રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓને 5 રૂપિયામાં મળશે સેનેટરી નેપકિન

રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓને 5 રૂપિયામાં મળશે સેનેટરી નેપકિન
New Update

વિશ્વ મહિલા દિન વડોદરા રેલવે સ્ટેશ ખાતે સેનેટરી વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા

જાહેરમાં બાળકને સ્તનપાન કરાવતા સંકોચ અનુભવતી મહિલાઓ માટે અલગ કક્ષ બનાવ્યા

દેશ અને દુનિયામાં આજે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મહિલાઓ માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે બે નવી સુવિધાઓની શરૂઆત કરવામાં આવી હતી. રેલવેની મહિલા કર્મચારીઓ અને મુસાફર મહિલાઓ સેનેટરી પેડ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે બે સેનેટરી વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા હતા. આ મશીનમાં રૂપિયા 5 નો સિક્કો નાંખવાથી મહિલાઓને સેનેટરી નેપકીન મળશે. આ ઉપરાંત સ્ટેશન ઉપર મહિલા બાળકોને વિના શંકોચ બાળકને બ્રેસ્ટ ફિડીંગ કરાવી શકે તે માટે આલાયદા કક્ષની પણ શરૂઆત કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવે દ્વારા વિશ્વ મહિલા દિને વડોદરા રેલવે સ્ટેશન ઉપર મુકવામાં આવેલા આ સેનેટરી વેન્ડિંગ મશીન (સેનેટરી એટીએમ)માંથી માત્ર 5 રૂપિયામાં નેપકીન સરળતાથી મેળવી શકાશે. આ સાથે વપરાયેલા નેપકીનના નિકાલ માટે પણ રેલવે વિભાગ દ્વારા ઇન્સીનેટર(ખાસ પ્રકારના ડસ્ટબિન) પણ મુકવામાં આવ્યા છે.

રેલવે તંત્ર દ્વારા સ્ટેશન ઉપર મુકવામાં આવેલા સેનેટરી વેન્ડિંગ મશીનથી રેલવેમાં ફરજ બજાવતી મહિલાઓ તેમજ રેલવેમાં મુસાફરી કરનાર મહિલાઓ માટે આશિર્વાદરૂપ સાબિત થશે. મહિલા મુસાફરોને પ્લેટફોર્મ ઉપર બેસીને પોતાના સંતાનને સ્તનપાન કરાવવું પડતું હતું. જેના કારણે મહિલાઓ ક્ષોભ પણ અનુભવતી હતી. પરંતુ, હવે મહિલા મુસાફરો પોતાના સંતાનોને નિશ્ચિંતપણે સ્તનપાન કરાવી શકે તે માટે પ્લેટફોર્મ ઉપર જ અલગ કક્ષ બનાવવામાં આવ્યો છે.

વિશ્વ મહિલા દિનેથી શરૂ કરેલી આ સેવાને મહિલા મુસાફરો અને રેલવેમાં નોકરી કરતી મહિલાઓએ આવકારી હતી. અને આ સેવાઓ તમામ રેલવે સ્ટેશનો ઉપર અને તમામ રેલવેના પ્લેટફોર્મ ઉપર શરૂ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. સાથો સાથ આજથી જ આ સુવિધાનો મહિલાઓએ નિઃસંકોચ પણ ઉપયોગ શરૂ કરી દીધો હતો. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાની મહિલાઓ તેમજ રેલવેમાં ફરજ બજાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

#સ્ત્રી
Here are a few more articles:
Read the Next Article