/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/img_4306.jpg)
-- સક્ષમ ઓથોરિટી પાસેથી નવું કે રિન્યુઅલ લાયસન્સ લેવાની જરૂર નહીં પડેઃ ગ્રુહ રાજ્યમંત્રી
રાજ્યમાં રેસ્ટોરન્ટ સંચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેસ્ટોરન્ટ સંચાલકોએ પોલીસ અધિકારી પાસેથી લેવાનું થતું નવું તથા રિન્યુઅલ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેનાં થકી કોઈપણ રેસ્ટોરન્ટ સંચાલકોએ પોલીસ મથકની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. આ નિર્ણય અંગે રાજ્યના ગ્રુહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સત્તાવાર જાહેરાત કરી હતી.
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, વેપારીઓને પોતાનો ધંધો શરૂ કરવા માટે સ્થાનિક સક્ષમ પોલીસ અધિકારીનું લાયસન્સ લેવું પડતું હતું. બાદમાં રિન્યુઅલ લાયસન્સ માટે પણ પોલીસ મથકમાંથી જ તેને રિન્યુ કરવાવું પડતું હતું. જોકે આ પ્રક્રિયામાંથી પસાર થતાં વેપારીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે હવે નિર્ણય કર્યો છે કે રેસ્ટોરન્ટ શરૂ કરવા માંગતા વેપારીઓને આ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ વેપારી એસોસીએશન તથા ગુજરાત ચેમ્બર ઓફર કોમર્સની રજૂઆતને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી Ease Of Doing Business ના મંત્ર સાથે ગુજરાત દેશની વિકાસ પ્રક્રિયાનું ગ્રોથ એન્જિન હોવાથી કોઈપણ ઉદ્યોગકારને અગવડ વિના વિકાસની તક મળવી જોઈએ. જેના માટે રાજ્ય સરકાર હંમેશાં કટીબધ્ધ છે. જેથી ગુજરાત પોલીસ અધિનિયમ 1951ના સેક્સન - 33(1) ની સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરી હવે રાજ્યના તમામ રેસ્ટોરન્ટને પોલીસ અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન કે રિન્યુ કરવાનું રહેતું નથી તેવું જણાવ્યું હતું.