- કોર્પોરેટ જગતની ૧૪ ટિમો ભાગ લેશે
- ટુર્નામેન્ટમાં આવેલ ફંડનો ઉપયોગ ક્લબ સમાજના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા કરશે
રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી એ ચાલુ વર્ષે દ્વિતીય કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કોર્પોરેટ જગતની ૧૪ ટિમો ભાગ લઈ રહી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/04/રોટરી-ક્લબ-ભરૂચ-નર્મદા-નગરી-વોલીબોલ-ટુર્નામેન્ટ-ફોટો-02.jpg)
રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી સામાજિક ઉત્થાન માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જેમાં સ્પોર્ટ્સમાં પણ રુચિ કેળવાય એ હેતુ સર સતત બીજા વર્ષે કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ટુર્નામેન્ટનો પ્રારંભ રોટરી ક્લબના ડિસ્ટ્રીકટ ગવર્નર પિન્કીબેને ભરૂચ જીએનફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાવ્યો હતો.સદર ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની જીએનએફસી, રિલાયન્સ, એબોટ, જ્યુબિલન્ટ, ઇન્ડોફિલ, બી.એ.આઈ., યુ.પી.એલ, સનોકી, લ્યુપીન,જીએફએલ,ગ્રાસીમ,નેરોલેક અને કોલ્હાર જેવી કંપનીના કર્મીઓએ ભાગ લીધો છે.
ટુર્નામેન્ટમાં હિસ્સો લેતા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અમરદીપસિંગ,બીઆઈએલ ના બી.ડી.દલવાડી,યુ.પી.એલ. યુનિટ ત્રણ ના હેડ શ્રીકાંત,જી.એન.એફ.સી. ના ડી.ડી પટેલ,તેમજ રોટરી ક્લબના પરાગ શેઠ ખાશ ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટમાં આવેલ ફંડનો ઉપયોગ ક્લબ સમાજના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા કરવામાં આવશે.સંસ્થાના પ્રમુખ ડૉ. પિયુષ નથવાણી, પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણદાન ગઢવી,રોનક પટેલ,સેક્રેટરી નિર્મલસિંહ યાદવ, ક્લબના હોદ્દેદારો ખાશ ઉપસ્થિત રહ્યા હતા.