લંડન સિટી એરપોર્ટ ઉપર બીજા વિશ્વ યુધ્ધ વખતનો બોમ્બ મળી આવતા એલર્ટ

New Update
લંડન સિટી એરપોર્ટ ઉપર બીજા વિશ્વ યુધ્ધ વખતનો બોમ્બ મળી આવતા એલર્ટ

લંડન સિટી એરપોર્ટ પાસે બીજા વિશ્વ યુધ્ધ સમયનો એક બોમ્બ મળ્યો છે. આ બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટ બંધ કરી દેવાયું છે.

બોમ્બ ટેમ્સ નદીની જ્યોર્જ વી ડોક પાસે મળ્યો હતો. બોમ્બ ડિસ્પોઝેબલ ટીમે બોમ્બને નિષ્ક્રીય કરવાના પ્રયાસોમાં કર્યા હતા. બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટે મુસાફરો માટે એરપોર્ટ તરફ ન આવવાનો નિર્દેશ જાહેર કર્યો છે. સાથે જ ફ્લાઈટ સંબંધિત કોઈ પણ જાણકારી માટે એરલાઈન્સ કંપનીનો સંપર્ક કરવાનો પણ નિર્દેશ કર્યો છે.

સુરક્ષાના કારણોનુસાર ફ્લાઈટની અવરજવરને રોકી દેવામાં આવી છે. એરપોર્ટ તરફ જતા રસ્તા પણ બંધ કરી દેવાયા છે. એરપોર્ટ પાસે કેટલાક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને બોમ્બ મળ્યો હતો અને તેમણે અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલીક અસર થી એરપોર્ટ બંધ કર્યુ હતુ.

Latest Stories