લગ્નની વિધિ પહેલા દુલ્હને મતાધિકારનો ઉપયોગ કરીને સમાજ માટે બની પ્રેરણારૂપ

New Update
લગ્નની વિધિ પહેલા દુલ્હને મતાધિકારનો ઉપયોગ કરીને સમાજ માટે બની પ્રેરણારૂપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનું મતદાન શરુ થયુ છે, ત્યારે મતદાનમાં અનેક ઉદાહરણરૂપ કિસ્સા સામે આવી રહ્યા છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતી શ્વેતા ચૌહાણની લગ્નની વિધિ ચાલી રહી હતી,પરંતુ લોકશાહીનાં પર્વની ઉજવણીમાં પોતાનાં અમૂલ્ય યોગદાનને નિભાવવા માટે શ્વેતાએ પોતાનાં પરિવારજનો સાથે મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

શ્વેતાએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓએ પોતાની નવી જીંદગીની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે,અને લગ્નની વિધિ છે તેમછતાં થોડો સમય કાઢીને આવનાર નવી સરકાર મજબૂત અને સારી સરકાર મળે તેવા આશય સાથે મતદાન કર્યું હતુ.અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.

Latest Stories