લીંબડી: ગેરકાયદેસર ચાલતું કતલખાનું બંધ કરાવવાની માંગ સાથે હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકોએ આપ્યું આવેદન

New Update
લીંબડી: ગેરકાયદેસર ચાલતું કતલખાનું બંધ કરાવવાની માંગ સાથે હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકોએ આપ્યું આવેદન

લીંબડી શહેરમાં સૈયદ મહોલ્લા વિસ્તારમાં આવેલ

ગેરકાયદેસર ચાલતું કતલખાનું બંધ કરાવવાની માંગ સાથે હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકો

સાથે પ્રાંત અધિકારી અને પી.એસ.આઇને લેખિત આવેદન પાઠવ્યું.

publive-image

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલા સૈયદ મહોલ્લા

વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કતલખાનાને બંધ કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં

આવી હતી. કતલખાનાને લીધે આ વિસ્તારમાં અનેક મુશ્કેલીઓ પડી રહી હોવાથી

હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકો એક સાથે એકઠા થઇ કતલખાનાને બંધ કરવા પ્રાંત અધિકારી

અને પોલીસ મથકના પી.એસ.આઇની પાસે દોડી ગયા હતા. અને લેખિતમાં રજુઆત કરી ગેરકાયદે

ચાલતા કતલખાનાને તત્કાલ બંધ કરવાની માંગ કરી હતી.

લીમડીમાં ચાલતા કતલખાનાને કારણે આપવામાં આવેલા

આવેદનપત્રમાં મનહરભાઈ ચાવડા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહામંત્રી તેમજ મુસ્લિમ

સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને લીંબડી પી.એસ.આઇ વરૂ તથા લીંબડી

પ્રાંત અધિકારી ભવ્ય વર્માને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Latest Stories