લોકસભાની બે અને પૂર્વોત્તરની વિધાનસભાની પાંચ બેઠકો પર આજે મતદાન

લોકસભાની બે અને પૂર્વોત્તરની વિધાનસભાની પાંચ બેઠકો પર આજે મતદાન
New Update

ઉત્તર પ્રદેશના કૈરાનાની લોકસભાની એક બેઠક અને પૂર્વોત્તરનાં રાજ્યોની વિધાનસભાની પાંચ બેઠકો પર આજે મતદાન શરૂ થયું છે. આ ઉપરાંત નાગાલેન્ડની લોકસભાની એકમાત્ર બેઠક પર પણ આજે મતદાન યોજાશે. જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે તે પશ્ચિમ બંગાળના મહેશતલા, ઝારખંડની ગોમાઇ અને સિલ્લિ, બિહારની જોકીહટ, મેઘાલયની અમપતી પર યોજાશે.

નાગાલેન્ડમાં એકમાત્ર લોકસભાની સીટ છે. જ્યાં હાલના નાગાલેન્ડના મુખ્ય પ્રધાન ચૂંટાઇ આવ્યા હતા. જોકે તેઓએ મુખ્યમંત્રી પદ સંભાળતા લોકસભાની સીટ પરથી રાજીનામું આપી દીધું હતું. જેથી આ બેઠક ખાલી પડી હતી. અન્ય એક મહત્વની લોકસભાની બેઠક ઉત્તર પ્રદેશમાં આવેલા કૈરાના છે. કૈરાના બેઠક પર પણ આજે મતદાન યોજાશે. સત્તાધારી પક્ષ ભાજપ આ પહેલાં જે બે સીટો પર ચૂંટણી યોજાઇ હતી તેમાં હારી ગયું હતું. તેથી હવે ફરીથી તેની પરીક્ષા છે. અગાઉની જેમ જ અહીં પણ વિપક્ષ ભાજપ સામે એક થયો છે. અને દાવો કર્યો છે કે ગોરખપુર અને ફુલપુરની જેમ આ બેઠક પર પણ ભાજપ હારશે.

નિષ્ણાંતો માની રહ્યા છે કે, પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેની સીધી અસર લોકસભાની ચૂંટણી પર પણ જોવા મળશે. કૈરાનામાં પાંચ વિધાનસભાની બેઠકો પણ આવેલી છે. જેમ કે થીમલી, થાના ભવન, શામલી જિલ્લાનું કૈરાના અને ગનગોહ તેમજ નાકુરનો સમાવેશ થાય છે. અહીં મુસ્લિમ, જાટ અને દલિતો મતદારોની સંખ્યા વધુ છે. જેને પગલે એ પણ જોવાનું રહેશે કે મતદારો કોને પસંદ કરે છે. કાયદો અને વ્યવસ્થા સૌથી મોટો પ્રશ્ન આ વખતની ચૂંટણીમાં ઉ.પ્રદેશમાં જોવા મળશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article