New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/talaqpolitics-1514473413.jpg)
ત્રિપલ તલાક બીલ પરના તમામ સંશોધનો રદ્દ કરાયા બાદ આ બીલ લોકસભામાં પાસ થયુ હતુ, હવે રાજ્યસભામાં બીલ રજુ કરવામાં આવશે.
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ બીલ મહિલાઓની ગરીમાની રક્ષા કરવા માટે છે. શરીયતમાં કોઇ દખલગીરી નથી. આ પહેલા પીએમ મોદીએ દરેક પક્ષોને બીલમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
મુસ્લિમ મહિલાઓ પર ત્વરિત ત્રિપલ તલાક એટલે તલાક-એ-બિદ્દત જેવી અત્યાચારી પ્રથા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનું કહ્યું હતું. સંસદના નીચલા ગૃહ લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ.
આ બીલનું નામ મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરિજ) બીલ રાખવામાં આવ્યુ છે. બીલમાં ત્રિપલ તલાકને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યુ છે. દરેક પ્રકારે જેમ કે, બોલીને, લખીને, મેસેજ, ફોન, વૉટ્સએપ, ફેસબુકથી ત્રિપલ તલાક આપવી હવે ગેરકાયેદસર બનશે. આમ કરનારા સામે ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઇ છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા વાળા આંતર-મંત્રાલયના ગૃપે બીલનું ફોર્મેટ તૈયાર કર્યું હતુ. આ ગૃપમાં નાણામંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને કાયદા રાજ્ય મંત્રી પી પી ચૌધરી સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે લોકસભામાં ત્રિપલ તલાક બીલ પર મંજૂરીની મહોર લાગતા મુસ્લિમ મહિલાઓ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો, અને બીલ પાસ થવાની ખુશી વ્યક્ત કરી હતી.
Latest Stories