વડતાલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત પ્રથમવાર કથામંડપ દીપકોથી ઝગમગી ઉઠ્યો

New Update
વડતાલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત પ્રથમવાર કથામંડપ દીપકોથી ઝગમગી ઉઠ્યો

દિપોત્સવ એ અંધકારથી પ્રકાશ તરફ લઇ જતું પર્વ છેઃ વડતાલધામમાં મહોત્સવને પગલે ઓજસ રેલાઇ રહ્યા છે. વચનામૃત મહોત્સવ અંતર્ગત ગોમતી તીરે ચાલતી શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમૂહ શિબિરમાં આજે સાંજના સત્રમાં ગોરજ ટાણે દીપમાળાઓના દિવડાં ટમટમી ઊઠ્યા હતા.

આયોજક સંતોએ સહુ શિબિરાર્થિઓને દિપોત્સવ પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતીનો લાભ કથામંડપમાં જ મળી રહે તે માટે આયોજન કર્યું હતું. દરેક હરિભક્ત- શિબિરાર્થિને રૂની દીવેટો પૂરી પાડી હતી, જ્યારે મંડપમંચ પર હારબંધ કોડિયાં ગોઠવી પ્રગટાવ્યાં હતાં અને હરિભક્તોના હાથમાંની દિવેટો જલાવી ઊંચી રાખી હતી.થોડી ક્ષણો વિજળી બંધ કરવામાં આવી હતી પછી આછા તિમિરે મંડપમાં તેજપૂંજ રેલાયાં હતાં..! એકસાથે હજારો શિબિરાર્થિ-હરિભક્તોએ હૈયાનાં હેતથી શ્રી હરિની આરતી ઉતારી ત્યારે સહુને શિતળતાની અનુભૂતિ થઇ હતી.

Latest Stories