વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ નેતન્યાહુનું ભવ્ય સ્વાગત કરાશે  

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ નેતન્યાહુનું ભવ્ય સ્વાગત કરાશે  

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ત્રીજા વિદેશી વિશિષ્ટ મહાનુભાવ- ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લગભગ 6 કલાકના ટૂંકા રોકાણ માટે ગુજરાત આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી પણ આ પ્રવાસમાં સામેલ થવાના છે.

આ મહાનુભાવોની મુલાકાતમાં રોડ-શો, બાવળા ખાતે આઇ-ક્રિયેટ સંસ્થાની વિઝિટ તથા પ્રાંતિજના વદરાડ ગામે શાકભાજી ઉછેરના સેન્ટર ઓફ એક્સેલન્સની વિઝિટ- મુખ્ય કાર્યક્રમો રહેશે. અગાઉ શી જિનપિંગ તથા જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.

વડાપ્રધાન મોદી નેતન્યાહૂ સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી 9 કિલોમીટરનો રોડ-શો કરવાના છે. રૂટ ઉપર ગુજરાત સહિત વિવિધ રાજ્યોના કલાવૃંદો તેમની ભાતિગળ સંસ્કૃતિ નૃત્ય સ્વરૂપે રજૂ કરશે.

PM મોદી અને ઇઝરાયેલના વડા પ્રધાનના આજના કાર્યક્રમ

10:30 મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

10:40 ઇઝરાયેલના વડા પ્રધાનનું એરપોર્ટ ખાતે આગમન

10:50 રોડ- શો માટે પ્રસ્થાન

11:10 ગાંધીઆશ્રમ ખાતે આગમન

11:30 એરપોર્ટ જવા પ્રસ્થાન

11:45 એરપોર્ટથી હેલિકોપ્ટરથી બાવળા જવા રવાના

12:15 આઈ-ક્રિયેટ સંસ્થામાં આગમન

સવા બે કલાક બિલ્ડિંગનું ઉદ્ઘાટન, સ્ટોલ્સની મુલાકાત, ભોજન તથા સ્ટેજ પ્રોગ્રામ

2:30 હેલિકોપ્ટરથી પ્રાંતિજના ગડરાડ ગામે જવા રવાના

4:45 હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટ ખાતે આગમન

5:00 બંને PM દિલ્હી જવા રવાના

Latest Stories