વડાપ્રધાન મોદી ચીનના પ્રવાસે, એરપોર્ટ પર થયું સ્વાગત 

New Update
વડાપ્રધાન મોદી ચીનના પ્રવાસે, એરપોર્ટ પર થયું સ્વાગત 

વડાપ્રધાન નરેંદ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનઔપચારિક મુલાકાત માટે ચીનના વુહાન પહોંચ્યા છે. અહીં માત્ર 24 કલાકની અંદર મોદી અને શી જિનપિંગ વચ્ચે 6 વાર મુલાકાત થશે. જેમાંની એક મુલાકાત ઈસ્ટ લેકમાં બોટ પર થશે.

publive-image

આ મુલાકાતો દરમિયાન બંને દેશોના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધે તે અંગેની વ્યૂહાત્મક અને લાંબા ગાળાના સંબંધોના પરિપ્રેક્ષ્યમાં સમીક્ષા કરાશે. વડાપ્રધાન મોદી માટે ચીનમાં ખાસ શાકાહારી ભોજનની વ્યવસ્થા કરાઈ છે જેમાં તેમને ભાવતા ગુજરાતી વ્યંજનો પણ પીરસવામાં આવી શકે છે.

publive-image

પહેલા બંને નેતાઓની વચ્ચે વન-ઓન-વન (દુભાષિયોની હાજરીમાં) મુલાકાત થશે. મ્યૂઝિમમાં ફર્યા બાદ બંને દેશોના ડેલિગેશન સાથે મોદી-જિનપિંગ મુલાકાત કરશે. જે બાદ PM મોદી ત્રીજી મુલાકાત માટે શી જિનપિંગના ગેસ્ટ હાઉસ જશે. જે માઓની પ્રસિદ્ધ વિલા પાસે જ આવેલું છે. શનિવારે મોદી અને જિનપિંગ વચ્ચે 3 વન-ઓન-વન મુલાકાત થશે. શનિવારની શરૂઆત બોટ રાઈડિંગ પહેલા ઈસ્ટ લેકના કિનારે ચાલવાથી થશે. જે બાદ બંને નેતાઓ લંચ માટે ગેસ્ટ હાઉસ જશે.

સૂત્રો પ્રમાણે, PM મોદી માટે ખાસ શાકાહારી ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કહેવાય છે કે મોદી જિનપિંગ માટે ગિફ્ટ પણ લઈને ગયા છે. શનિવારે લંચ બાદ મોદી વુહાનથી પરત ફરી શકે છે.

Latest Stories