/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/IMG-20190918-WA0004.jpg)
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસથી એક સુંદર પ્રયાસ શરૂ કરાયો છે.જેમાં કીમ ની બે દીકરીઓ આ દિવસથી દેશની રક્ષા કરતા શહીદ થયેલ જવાનના ઘરે પહોંચી ફ્રુટ,બિસ્કિટ સાલ ઓઢાડી શહીદ ના માતા પિતાનું સન્માન કરશે.જેની શરૂઆત મહુવાના બામણિયા ગામના અને વર્ષ 2000 ની સાલમા શહીદ થયેલ ભરતભાઈ ગરાસીયાના કેન્સર થી પીડિત શહિદના પિતા અને શહીદની બીમાર માતાને મળી કરી હતી.
ધોરણ 1મા અભ્યાસ કરતી બંસરી ઠાકોર અને ધોરણ 5મા અભ્યાસ કરતી હેતવી ઠાકોર નામની બે દીકરીઓ સાથે માતા પિતાએ અલગ રીતે નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી હતી.જેમાં હવે જિલ્લા,રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારમાં શહીદ થયેલા પરિવારમાં માતા પિતા ને મળશે અને આભારની સાથે હૂંફ આપી તેમની દેશ પ્રત્યેના બલિદાનને વંદન કરશે.માત્ર શહીદ થયેલ પરિવાર નહિ પણ હાલ ફરજ બજાવતા આર્મી જવાનોના પરિવાર ને પણ મળી તેમને થેન્કયું કહેશે.અને દેશ સેવા માટે બન્ને દીકરી અને તેના માતા પીતા પરિવારને વંદન કરશે.અને આભારની લાગણી વ્યક્ત કરી તેઓને સાલ ઓઢાડી અને ભેટ આપી સન્માનિત કરશે.