વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી ના હસ્તે મહિલાઓ ની ઉદ્યોગ સાહસિકતા ને સલામ સેમિનાર નો પ્રારંભ કરાયો

New Update
વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી ના હસ્તે મહિલાઓ ની ઉદ્યોગ સાહસિકતા ને સલામ સેમિનાર નો પ્રારંભ કરાયો

વડોદરા ના સયાજી નગર ગૃહમાં રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ,ફિક્કી-ફલૉ અમદાવાદ ચેપ્ટર,ગુજરાત લાઈવ લીહુડ પ્રમોશન કંપની અને જિલ્લા પ્રશાસન ના સહયોગ થી મહિલા ઓ ની ઉદ્યોગ સાહસિકતા ને સલામ સેમિનાર નો પ્રારંભ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ,મેયર ભરત ડાંગર,પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી જયંતભાઈ કવાડીયા,ફિક્કી-ફલૉ ના ચેરપર્સન રૂપા પટેલ સહિત ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

dy-cm-photo-1-11

મહિલાઓ ની ઉદ્યોગ સાહસિકતા ને સલામ સેમિનાર માં ગ્રામ વિકાસ વિભાગ ના સામાયિક ગ્રામ સુધાના દ્વિતિય અંકનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો ને રદ કરવાના સાહસિક નિર્ણય ને બિરદાવ્યો હતો,ઉપરાંત મહિલાઓ શકિતશાળી બનશે તો રાષ્ટ્ર ને બેવડો લાભ થશે તેમજ ગુજરાતની મહિલા શક્તિને વાઇબ્રન્ટ સાથે જોડીને વિકાસ માર્ગે લઇ જવા માટે પણ રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

Latest Stories