વડોદરા : ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા આહીર સમાજનાં મૃતકોનું બેસણું યોજાયું

New Update
વડોદરા : ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા આહીર સમાજનાં મૃતકોનું બેસણું યોજાયું

વડોદરા ગમખ્વાર અકસ્માતમાં 11ના મોત મામલો આજ રોજ આહીર સમાજ દ્વારા બેસણુંનું આયોજન કરવામાં આવ્યું હતું બેસણુંમાં કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા પરેશ ધાણાની,ભાજપ શહેર પ્રમુખ શહેર મેયર જગદીશ પટેલ,સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

વડોદરાની વાઘોડિયા ચોકડી પર થયેલી ગોજારી ઘટનામાં  સુરતના આહિર સમાજના 11લોકોન મોત થયા હતા મોત બાદ આખો સમાજ આઘાતમાં સરી ગયો છે. આ તમામ ના મોત ને આંસુઓથી શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. એક સાથે અનેક પરિવારના 11 ના મોત બાદ  નિસહાય પરિવારોનું પીઠબળ બની સામે આવેલા સમાજના મોભીઓએ આ તમામ મૃતકોના પરિવાર ને આર્થિક  મદદરૂપ થવા એક સપ થયા છે. આહીર સમાજ દ્વારા તમામ નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આજે એક કાર્યક્રમ યોજી અણધાર્યા આવી પડેલા દુઃખમાં સહભાગી બનવા સંકલ્પ લઈ મૃતકોના પરિવારોને આર્થિક સહાય આપી માનવતાનું ઉદાહરણ બન્યા હતા. સાથે ઇજાગ્રસ્ત પરિવારોને પણ સમાજ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમ પર્વત પાટિયા આઇમાતા ચોક ખાતે આવેલ એસ.એમ.સી.ના કોમ્યુનીટી હોલમાં યોજાયો હતો. જેમાં આહીર સમાજનાં આગેવાનો સહિત દરેક સમાજના મોભીઓએ હાજરી આપી હૃદયથી મૃતકોના સદ્દગતના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમમાં આહિર સમાજના પ્રમુખ આર.એસ. હડિયા , રઘુભાઈ હુંબલ, મનુભાઈ મકવાણા, વરજાંગભાઇ જીલરીયા, જીતુભાઈ  કાછડ, સુરેશભાઈ ગુર્જર, હરિભાઈ નકુમ, વેલજીભાઈ નકુમ, મોહનભાઈ પરવડા, બાબુભાઈ રામ, ભુપતભાઈ કનાળા વગેરે આગેવાનો હાજર રહી મૃતકોના સદગત આત્માને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

આ કાર્યક્રમમાં માત્ર આહીર સમાજ જ નહિં પરંતુ શહેરના તમામ સમાજ અને વર્ગના લોકોને આઘાત પહોંચ્યો છે. જે હેઠળ આ કાર્યક્રમ પ્રજાપતિ સમાજ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ, ગઢવી સમાજ, ભરવાડ સમાજ, લુહાર સમાજ,કોળી સમાજ સહિતના અન્ય સમાજના આગેવાનોએ હાજરી આપી સદગતોને શ્રધ્ધાંજલિ આપી હતી. દરેક સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમાજના અગ્રણીઓએ ભીની આંખોથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમને પોતાની હાજરીથી ભાવુક બનાવી દીધો હતો. મોટી સંખ્યામાં હાજર સમાજના લોકોએ અગ્રણીઓના વ્યક્તવ્યને એક સંદેશો સમજી હૃદયમાં ઉતારી લીધો હતો. જો આજે આપણે કોઈની મદદ કરીશું તો આપણા પરિવારની ચિંતા કરવાની જરૂર નથી. એવા વ્યક્તવ્યએ લોકોની આંખોને ભીની કરી નાખી હતી. 11 પરિવાર ઉપર આવી પડેલા દુઃખના પહાડને સમાજના દરેક ઘરોને વહેંચી લેવાનો આદેશ સૂચનાને લોકોએ ઉપાડી લીધી હતી. આવો એક સંપ થઇ આ દુઃખમાં સહભાગી બનીએની વાત ઉપર લોકોએ સંમતિ દર્શાવી હતી. એક દેશ એક સમાજની મોદીજીની વ્યાખ્યા ને આજે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સફળ થતી હોય એવો લોકોએ અહેસાસ કરાવ્યો હતો. મનુષ્યમાત્ર માટીનું પૂતળું છે મૃત્યુ બાદ માટીમાં ભળી જવાનું છે તો પછી આ 11 મૃતકોની અંતિમ વિધિ ની રાખ ને આપણા ઘરમાં એક છોડ બનીને વાવેતર કેમ ના કરી શકીએ એવા પ્રશ્નો વક્તવ્યમાં કહેવામાં આવ્યા હતા. બસ મારા આ બે શબ્દો જો તમારા હૃદયમાં ઘર કરી જાય તો 11 પરિવારને સમાજરૂપી પરિવાર મળી જાય એનું ઉદાહરણ આહીર સમાજ એ આ કાર્યક્રમમાં પૂરું પાડ્યું હતું. એક દેશ એક સમાજની ભાવનાને લોકોએ આહિર સમાજનાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં સફળ બનાવી હતી.

Latest Stories