વડોદરા જિલ્લાની વિધાનસભાની 10 બેઠકો પર 6 ઉમેદવારો રિપીટ કરતુ ભાજપ

વડોદરા જિલ્લાની વિધાનસભાની 10 બેઠકો પર 6 ઉમેદવારો રિપીટ કરતુ ભાજપ
New Update

વડોદરા શહેર જિલ્લાની વિધાનસભાની 10 બેઠકો પૈકી 6 બેઠકોનાં ઉમેદવારોને ભાજપ દ્વારા ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 4 બેઠકો ઉપર નામોની જાહેરાત કરવામાં ન આવતા વર્તમાન બાહુબલી ધારાસભ્યોનાં ભાવિ ઉપર પ્રશ્નાર્થ મુકાયો છે.

વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી શહેર વાડી વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય મનિષા વકીલ, રાવપુરા બેઠક ઉપર ખેલમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને માંજલપુર બેઠક ઉપર યોગેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે અકોટા બેઠક અને સયાજીગંજ બેઠકના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં ન આવતા આ બેઠકોના વર્તમાન ધારાસભ્યો સૌરભ પટેલ (અકોટા) અને જીતેન્દ્ર સુખડીયા (સયાજીગંજ)ના ભાવિ અંગે પ્રશ્નાર્થ મુકાયો છે.

જ્યારે જિલ્લાની પાંચ બેઠકો પૈકી સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદાર, પાદરા બેઠકના ધારાસભ્ય દિનેશ પટેલ (દીનુ મામા) અને કરજણ બેઠકના ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા)નું નામ રિપીટ કરવામાં આવ્યું છે. વાઘોડિયા અને ડભોઇ વિધાનસભા બેઠકના ઉમેદવારોના નામો જાહેર કરવામાં ન આવતા તેમના ભાવિ ઉપર પણ પ્રશ્નાર્થ મુકાયો છે.

અકોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને માજી નાણામંત્રી સૌરભ પટેલ તેમજ સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને માજી મંત્રી જીતેન્દ્ર સુખડીયા, વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ડભોઇ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલ (ઢોલાર)ને રિપીટ કરવામાં આવશે કે નહિં. કે તેઓના સ્થાને નવા ચહેરા આવશે. તેવી ચર્ચાઓ શહેર ભાજપામાં શરૂ થઇ ગઇ છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article