વડોદરા નંદેસરી ગામની પ્રોજેરિયા થી પીડિત યુવતી મતદાન કરીને બની પ્રેરણારૂપ

New Update
વડોદરા નંદેસરી ગામની પ્રોજેરિયા થી પીડિત યુવતી મતદાન કરીને બની પ્રેરણારૂપ

વડોદરા જીલ્લાની વાઘોડિયા બેઠક ઉપર આવેલ નંદેસરી ગામ ખાતે એક પરિવારમાં અંજના પરમાર નામની પ્રોજેરિયા થી પીડિત યુવતીએ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પ્રોજેરિયાની બીમારીનાં કારણે અંજના પરમાર પોતાનાં ઘરનું આંગણું પણ નથી ઓળંગતી પરંતુ મતદાનનાં દિવસે મતદાન કરવાનું નથી ભુલી. અને લોકશાહીનાં પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેરિયા નામક બીમારી " પા " નામની ફિલ્મમાં અમિતાભ બચ્ચનને થઈ હોવાનું દર્શાવવામાં આવ્યુ હતુ. આ પ્રોજેરિયા નામક જીવલેણ બીમારી થી પીડિત અંજના પરમારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરીને ભવિષ્યને વધુ ઉજળુ બનાવવા માટેની અપીલ કરી હતી.

Latest Stories