વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર 82 ઉમેદવારોનાં ભાવિ મતદારોનાં હાથમાં

વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર 82 ઉમેદવારોનાં ભાવિ મતદારોનાં હાથમાં
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શરુ થઇ છે, વડોદરા જિલ્લાની 10 બેઠકો માટે પણ વોટિંગ ચાલી રહ્યું છે.

વડોદરા જિલ્લાની 10 વિધાનસભાની બેઠક પર 82 ઉમેદવારો છે, અને કુલ મતદારો 23.50 લાખ મતદારોનાં હાથમાં ઉમેદવારોનું ભાવિ છે.

જિલ્લાની 10 વિધાનસભાની બેઠકો પર 891 સંવેદનશીલ મતદાન મથક છે અને 91 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. જોકે મતદાનની પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પર પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

ચૂંટણી પ્રક્રિયાને નિર્વિઘ્ને પાર પાડવા માટે 10000 કર્મચારીઓ ફરજ પર છે. અને 2984 ઇવીએમ મશીન થી મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે.

વડોદરામાં લોકશાહીનાં પર્વમાં 6221 દિવ્યાંગ મતદારો પણ મતદાન કરીને લોકોને મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવવાની અપીલ કરશે.

વડોદરામાં સૌથી વધુ મતદારો શહેરની વાડી બેઠક પર 2.74 લાખ અને સૌથી ઓછા મતદારો કરજણ બેઠક પર 1.98 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article