New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/unnamed-15-1.jpg)
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્રારા મહિલાઓને નારી અદાલત અંગે સમજ આપવા, નારી સશક્તિકરણ અને મહિલાઓને કાયદા વિષયક જાણકારી આપવા નારી સંમેલન યોજાયુ હતુ.
મહિલાઓને ન્યાય આપવા રાજ્યમાં 240 નારી અદાલતો કાર્યરત કરવામાં આવી છે. તેવી જાણકારી આપતા ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષે જણાવ્યુ હતુ કે રાજ્યના દરેક શહેરમાં નારી અદાલતોની સ્થાપના કરવામાં આવશે.
વડોદરા કોર્પોરેશન હદ વિસ્તારમાં ટૂંક સમયમાં બે નારી અદાલતો શરૂ કરવામાં આવશે, આયોગના રાજ્ય સચિવે જણાવ્યુ હતુ કે આયોગ દ્રારા રાજ્યમાં 240 નારી અદાલતોમાં ઝડપી કેસોનો નિકાલ કરવામાં આવશે તેવા પ્રયત્ત્નો હાથ ધરવામાં આવશે.
Latest Stories