વડોદરાની મહિલાઓ પહોંચી ક્રિકેટ ગ્રાઉન્ડ, માનવ સાંકળ રચીને કર્યું ચિઅર્સ

New Update
વડોદરાની મહિલાઓ પહોંચી ક્રિકેટ ગ્રાઉન્ડ, માનવ સાંકળ રચીને કર્યું ચિઅર્સ

રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ચાલી રહી છે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ

વડોદરા શહેરમાં આવેલા રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ વનડે મેચ યોજાઈ રહી છે. ત્યારે મહિલા ક્રિકેટર્સને પ્રત્સાહન આપવા માટે શહેરની મહિલાઓ અને શાળાના બાળકો ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં પણ ગ્રાઉન્ડ ઉપર માનવ સાંકળ રચીને જાણે ચિઅર્સ કર્યું હતું.

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યા બાદ ભરાતમાં પણ મહિલા ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. ત્યારે વડોદરાના આંગણે ચાલી રહેલી ક્રિકેટ મેચ જોવા માટે પરીક્ષાના માહોલ વચ્ચે પણ શહેરની મહિલાઓ અને શાળાઓના બાળકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગ્રાઉન્ડ ઉપર જ માનવ સાંકળ રચીને મહિલાઓએ ક્રિકેટર્સનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે કેટલીક મહિલાઓએ રાષ્ટ્રધ્વજ સાથે આખા ગ્રાઉન્ડ ઉપર દોડ લગાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

વડોદરાના આઇ.પી.સી.એલ. ગ્રાઉન્ડ ઉપર 7 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની આંતર રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે આજથી વન ડે મેચની શરૂઆત થઈ છે. અહીં કુલ 3 વન-ડે મેચો રમાશે. ચાર દિવસ પહેલાં જ બન્ને ટીમો વડોદરા આવી પહોંચી હતી. શનિવારે સવારથી જ બન્ને ટીમોએ ગ્રાઉન્ડ પ્રેક્ટિસ પણ કરી હતી. આજે પ્રથમ વનડેનાં દિવસે ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Latest Stories