/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/vlcsnap-2018-04-21-12h27m23s595.png)
વડોદરામાં અનાથ અને રઝળતા બાળકો માટે કેરેવાન કલાસરૂમ નામની સંસ્થા ચલાવતી રાજેશ્વરી સિંગ માનવ જીવનમાં પ્લાસ્ટિકના વપરાશ સામે ભારે વિરોધ દર્શાવી રહી છે. તેણે પ્લાસ્ટિકના વપરાશને લાલ બત્તી દર્શાવીને પ્લાસ્ટિકથી દૂર રહી પૃથ્વીને બચાવવા માટે અભિયાન શૂ કર્યું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા જે છે તેને રિસાયકલ કરીને પર્યાવરણને પ્લાસ્ટિક ફ્રી બનાવવાનો અનોખો પ્રયાસ કરી રહી છે.
રાજેશ્વરી સિંગે વડોદરાથી શરૂ કરેલા આ અભિયાનને દેશવ્યાપી બનાવવા માટેની જીદ પકડી છે. જેના માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ યુનાઇટેડ નેશનનો સહયોગ મળી રહ્યો છે. પ્લાસ્ટીક ફ્રીના સંદેશા સાથે આજે તે વડોદરાથી દિલ્હી જવા માટે પયદાત્રાએ નીકળી છે. વડોદરાથી દિલ્હી વચ્ચેનું 1100 કલોમીટરનું અંતર 45 દિવસમાં પદયાત્રા કરીને પૂર્ણ કરશે. જ્યાં પણ તે રોકાશે ત્યાંના યુવાનો મહિલાઓને પ્લાસ્ટિકના વપરાશથી દૂર રહેવા માટે સમજાવશે.
રાજેશ્વરી સિંગ રોજનું 40 કિલોમીટર જેટલું ચાલશે. 45 દિવસમાં ચાર રાજ્યોના 45 જેટલા નાના મોટા શહેરોમાં થઈને પસાર થશે. પ્લાસ્ટિકથી આપણી પૃથ્વીને બચાવવાનો સંદેશો આપશે. વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ અન્ય ઉપસ્થિત મહેમાનોએ વડોદરાથી ફ્લેગ ઓફ આપીને પદયાત્રાની શરૂઆત કરાવી હતી. વિધાનસભા અધ્યક્ષે પદયાત્રા માટે શુભેચ્છા આપી આર્થિક સહયોગ પણ આપ્યો હતો.