વડોદરાનું નવુ ન્યાયમંદિર 19મીથી થશે કાર્યરત, મુખ્યમંત્રી કરશે ઉદઘાટન

વડોદરાનું નવુ ન્યાયમંદિર 19મીથી થશે કાર્યરત, મુખ્યમંત્રી કરશે ઉદઘાટન
New Update

- રૂપિયા 130 કરોડના ખર્ચે વેક્સીન ગ્રાઉન્ડ ખાતે અધ્યતન કોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે

વડોદરાનાં ઐતિહાસિક ન્યાય મંદિર વિસ્તાર શહેરનું હૃદય સમાન હતું. જે દિવસભર ટ્રાફિકથી સતત ધબકતું રહેતું હતું. 60 વર્ષ કરતાં વધુ સમયથી વિવિધ કોર્ટ અહીં કાર્યરત હતી. જોકે ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની જતાં આખતે કોર્ટને અન્યત્ર ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે વર્ષ 2012માં અંદાજે રૂા.130 કરોડના ખર્ચે વેક્સીન ગ્રાઉન્ડ ખાતે નવા કોર્ટ સંકુલ બનાવવાની કામગીરી શરૂ થઇ હતી. પાંચ વર્ષ બાદ આ નવુ સંકુલ તૈયાર થઈ જતાં હવે શનિવારે 17 માર્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કોર્ટ સંકુલનું ઉદ્ધાટન કરવામાં આવશે.

130 કરોડના ખર્ચે બનેલા નવા કોર્ટો સંકુલમાં અધ્યતન સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવા કોર્ટ સ્કુલમાં કુલ 74 કોર્ટ કાર્યરત થશે. 1500થી વધુ વકીલો કોર્ટ સંકુલમાં જ બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન થયા બાદ સોમવાર તારીખ 19મીથી તમામ કોર્ટ નવા સંકુલમાં કાર્યરત થઇ જશે. નવા કોર્ટ સંકુલમાં કોન્ફરન્સ રૂમ, ટ્રેની રૂમ પણ બનાવવામાં આવ્યા છે. નવી કોર્ટને એ.સી. અને સોલાર સહિતની તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.

વડોદરામાં તૈયાર થયેલા નવા કોર્ટ સ્કુલમાં ફેમલી કોર્ટ પણ શિફ્ટ થશે. રાજ્યની આ પહેલી એવી કોર્ટ હશે કે, જ્યાં ચિલ્ડ્રન રૂમ પણ બનવાવામાં આવ્યો છે. બાળકો માટે રમકડા અને ઘોડીયની પણ વ્યવસ્થા હશે. ફેમલી કોર્ટમાં મહિલાઓ તેમના બાળકો સાથે આવતી હોવાના કારણે નાના બાળકોને કલાકો સુધી કોર્ટમાં રાખવામાં આવતાં હોય આ વ્યવસ્થા કરવામાં આવી છે.

Here are a few more articles:
Read the Next Article