વડોદરામાં ગણેશ વિસર્જન અંગે જન જાગૃતિ લાવવાનાં અર્થે પ્રદર્શન યોજાયુ

New Update
વડોદરામાં ગણેશ વિસર્જન અંગે જન જાગૃતિ લાવવાનાં અર્થે પ્રદર્શન યોજાયુ

ગણેશોત્સવ પૂર્ણતાનાં આરે છે, ત્યારે ગણેશજીની પ્રતિમાનું યોગ્ય રીતે માન મરતબો જાળવીને વિસર્જન કરવા માટે જન જાગૃતિ અભિયાન થકી નગરજનોને જાગૃત કરવા માટે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા હિન્દુ જન જાગૃતિ અભિયાન હેઠળ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.

વડોદરા શહેરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.ત્યારે લોકોની ધાર્મિક આસ્થા ગણેશજીની પ્રતિમા સાથે જોડાયેલ હોવાથી તેનું યોગ્ય રીતે વિસર્જન કરવા માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે એક પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.

વડોદરામાં સુરસાગર તળાવને કિનારે વિસર્જન કેવી રીતે કરવું તેના સંદેશાનાં પ્લેકાર્ડ હાથમાં લઇને સંસ્થાનાં સભ્યોએ દેખાવો અને સૂત્રોચ્ચાર કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

વિઘ્નહર્તા દેવની પ્રતિમાને યોગ્ય રીતે વિસર્જિત કરવા અંગે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનનાં દ્રારા હિન્દુ જન જાગૃતિ અભિયાન હેઠળ વિસર્જન દરમિયાન થતી ભૂલો સુધારી સારી અને સુઘડ રીતે ગણપતિ દાદાનું વિસર્જન થાય તે માટે જન જાગૃતિ અભિયાન હેઠળ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.

Latest Stories