વડોદરામાં દુકાનમાંથી ચોરી કરેલા મોબાઈલ બિલ વગર વેચતો શખ્સ સુરતથી ઝડપાયો

New Update
વડોદરામાં દુકાનમાંથી ચોરી કરેલા મોબાઈલ બિલ વગર વેચતો શખ્સ સુરતથી ઝડપાયો

વડોદરા શહેરના છાણી જકાત નાકા ખાતે મોબાઇલફોનના શો-રૂમમાંથી થયેલી લાખો રૂપિયાના મોબાઇલ ફોનોની ચોરીનો ગુનો ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. જેમાં એક આરોપીની ધકપરક કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૬ એપ્રિલ,૨૦૧૮ ના રોજ રાત્રિના સમયે છાણી વિસ્તારમાં આવેલી મોબાઇલ પોઇન્ટના નામની દુકાનમાંથી વિવિધ કંપનીના ૬૭ મોબાઇલની ચોરી થઈ હોવાનો ગુનો નંધાયો હતો. જે તમામ મોબાઈલની કિમત રૂપિયા ૯,૬૩,૯૫૮ આંકવામાં આવી હતી. આ ગુનામા સંડોવાયેલ આરોપીને તેમજ ચોરીમા ગયેલ મુદ્દામાલને શોધી કાઢવાની ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી. દરમિયાન ટેકનીકલ સોર્સના આધારે તપાસ કરતાં ચોરીમાં ગયેલા મોબાઇલ ફોન પૈકીના કેટલાક મોબાઇલફોન સુરત શહેરમાં ઉપયોગમા લેવાતા હોવાની વિગતો સાંપડી હતી.

ક્રાઇમબ્રાંચની ટીમે આ અંગે તપાસ કરતાં આ ગુનામાં ચોરી થયેલા મોબાઇલ ફોન તેમજ શંકાસ્પદ મોબાઇલ ફોનના જથ્થા સાથે સુરત ખાતે રહેતો. અને મોબાઇલ ફોન રીપેરીંગનુ કામ કરતો ઇન્દ્રજીત ઉર્ફે સાહીલ મહંતો પોતાના આર્થિક ફાયદા માટે ચોરીના મોબાઇલ ફોન બીલ વગર જ જુદા જુદા લોકોને આપતો હોવાનું સામે આવ્યું હતું. જેથી ઇન્દ્રજીત ઉર્ફે સાહીલ શ્રવણભાઇ મહંતો રહે. અંબીકા ટાઉનશીપ એપા. ડીંડોલી સુરતને શોધી કાઢી તેની પાસેથી ચોરીના શંકાસ્પદ 5 એંડ્રોઈડ મોબાઇલફોન જેની કિંમત રૂપીયા ૭૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝ઼પી પાડતાં પોલીતે તેની પુછપરછ હાથ ધરી હતી.

તેની પાસેથી મળેલા ત્રણ મોબાઇલફોન વડોદરામાં થયેલી ચોરીનાં હોવાનું જણાઈ આવતાં તેની કડકાઈથી પુછપરછ હાથ ધરી હતી. જેમાંપુછપરછ દરમ્યાન તેણે પોતે સુરત ખાતે રહેતા આશીફ નામના ઇસમ પાસેથી બીલ વગરના ચોરીના સાત જેટલા મોબાઇલફોન મેળવી ફેરીયા તરીકે ફરી વેપાર કરતો તેમજ સામાન્ય નોકરી કરતા માણસોને બીલ વગર વેચી નાખ્યા હોવાની કબુલાત કરી હતી. આ આરોપી મોબાઇલફોન રીપેરિંગનુ કામ કરતો હોવાનું અને ધોરણ ૮ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની હાલમાં વધુ પુછપરછ હાથ ધરી છે.

Next Article: રાજકોટમાં ૫ મહિનામાં થયા ૧૬૪ બાળકોનાં મોત

Gujarat news online, gujarat breaking news, Live Gujarati News

Latest Stories