વડોદરામાં બાળકો માટે આયોજીત નવરાત્રી મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો

New Update
વડોદરામાં બાળકો માટે આયોજીત નવરાત્રી મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો

વડોદરાનો નવરાત્રી મહોત્સવ પણ શહેરની એક અલગ ઓળખ બની ગયો છે, અને ખુબજ મોટા પાયે થતા ગરબાનાં આયોજનમાં બાળકો મનમૂકીને ગરબે રમી શકતા નથી ત્યારે ચિલ્ડ્રન સ્પેશિયલ ગરબા બાળકો માટે અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વર્ષ 1996 થી વડોદરામાં અલૈયા બાલયિયા ગરબામાં માત્ર નાના ભૂલકાઓ થી માંડીને 16 વર્ષ સુધીના તરુણો જ ગરબે ઝૂમી શકે છે. તેથી બાળકોમાં અને તેમના વાલીઓમાં બાળકો માટેનો નવરાત્રી મહોત્સવ પ્રથમ પસંદગીનું કેન્દ્ર બન્યો છે.

વડોદરામાં બાળકો માટે આયોજીત ગરબા શહેરની જૂની ઓળખ સમાન છે, અને આ ગરબાનાં આયોજનમાં ગાયક વૃંદ થી માંડીને તમામ તૈયારીઓ માં પણ બાળકોનું જ મહત્વનું યોગદાન રહ્યું છે. વધુમાં બાળકો નિઃશુલ્ક પ્રવેશ મેળવીને ગરબે રમી શકે છે. તેમજ તેઓની વિશેષ કાળજી રાખવા માટે ખાસ સિક્યુરિટીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

બાળકો માટે ગરબાનું આયોજન કરતા અજય દવેએ એક વાતચીતમાં જણાવ્યું હતુ કે બાળકો નિર્વિઘ્ને ગરબે રમી શકે તે માટે સુરક્ષા થી માંડીને ગરબા ગ્રાઉન્ડને ખાસ શણગારવામાં આવ્યું છે, અને જે બાળકો ખુબ સારી રીતે ગરબા રમે છે તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.

Latest Stories