/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/07-1.jpg)
IPCL ગ્રાઉન્ડઉપરયોજાશેઆંતરરાષ્ટ્રિયમહિલાક્રિકેટવનડેમેચ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વડોદરામાં ત્રણ વનડે મેચ યોજાશે. આઈપીસીએલ ગ્રાઉન્ડ ઉપર રમાનારી ત્રણ વન ડે મેચ માટે બન્ને દેશોની મહિલા ટીમનું વડોદરા શહેરમાં આગમન થયું હતું. આથી બન્ને ટીમો વચ્ચે પ્રેક્ટિસ મેચ યોજાશે. તારીખ 12, 15 અને 18 માર્ચના રોજ યોજાનારી મેચ દરમિયાન મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે અંદાજે 5થી 6 હજાર મહિલાઓ ઉપસ્થિ રહી માનવ સાંકળ રચશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.
વડોદરામાં યોજાનારી આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેચ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી સ્નેહલ પરીખે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરાને 7 વર્ષ બાદ આંતર રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચ મળી છે. જે બી.સી.એ. અને વડોદરા માટે ગૌરવની વાત છે. તા.12, 15 અને 18 ભારત અને ઓસ્ટ્રેલીયા મહિલા ટીમ વચ્ચે રમાનાર ક્રિકેટ મેચના સફળ આયોજન માટે વિવિધ 15 કમિટીની રચના કરવામાં આવી છે.
સ્નેહલ પરીખે વધુમાં કહ્યું કે, વડોદરામાં પણ મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન મળે તે માટે શહેરની શાળાઓની વિદ્યાર્થીનીઓને મેચ જોવા માટે લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ટીમે કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે મહિલા ક્રિકેટનો પણ ક્રેઝ વધ્યો છે. વડોદરા ખાતે રમાનારી ભારત – ઓસ્ટ્રેલીયા વચ્ચેની વન ડે મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રેક્ષક ગેલેરીમાં એલ.ઇ.ડી. મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરામાં આવેલા વિવિધ ગ્રાઉન્ડ ઉપર અત્યાર સુધીમાં માત્ર 14 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાયી છે. જેમાં એક વર્લ્ડ કપની મેચનો પણ સમાવેશ થાય છે. મહિલા ક્રિકેટ મેચ માટે બી.સી.સી.આઇ.એ પણ ફંડ ફાળવ્યું છે. આગામી સપ્તાહે યોજાનારી ત્રણ મેચો માટે રૂપિયા 1 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.