વડોદરામાં રેલવે અકસ્માતમાં પગ ગુમાવનાર વૃધ્ધે પણ દેખાડી લોકશાહીની મિશાલ

New Update
વડોદરામાં રેલવે અકસ્માતમાં પગ ગુમાવનાર વૃધ્ધે પણ દેખાડી લોકશાહીની મિશાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કામાં મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો છે, જોકે શારિરીક રીતે અશક્ત નાગરિકોએ યુવાનો અને મતદાનમાં આળશ કરતા લોકો માટે એક મિશાલ બન્યા છે.

વડોદરામાં વિધાનસભાની ચૂંટણીનાં મતદાન પ્રસંગે 74 વર્ષીય હર્ષદભાઈ પટેલનો મતદાન પ્રત્યેનો જુસ્સો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.હર્ષદભાઈ એ એક અકસ્માતની ઘટનામાં પોતાના બંને પગ ગુમાવી દીધા હતા, પરંતુ મજબૂત મનોબળ અને મહેનત થી આજે પણ તેઓ લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

publive-image

હર્ષદભાઈ પટેલે જણાવ્યુ હતુ કે તેઓ 20 વર્ષનાં હતા ત્યારે એક રેલવે અકસ્માતમાં તેઓએ પોતાનાં બંને પગ ગુમાવ્યા હતા.આજે 50 વર્ષે પણ તેઓ આ દુઃખદ ઘટનાને ભૂલી નથી શક્યા પરંતુ પોતાના મજબૂત મનોબળ થકી તેઓએ જીવનની વિટંમણાને પણ હડસેલી દીધી છે.

લોકશાહીનું પર્વમાં પણ હર્ષદભાઈ પટેલે ઉત્સાહભેર મતદાન કર્યુ હતુ,અને લોકોને પણ લોકશાહીનાં પર્વમાં પવિત્ર મતનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

Latest Stories