/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/Minor-girl-kidn3340.jpg)
એક સગીર વયની બાળકી પર બળાત્કાર ગુજારનાર બે શખ્સોની વડોદરા પોલીસે ધરપકડ કરી હતી.
વડોદરામાં રહેતી 13 વર્ષની હિન્દી શાળાના 8 ધોરણમાં ભણતી સગીર બાળકી જે ઘરના ધાબા પર અભ્યાસ કરતી હતી તેના પર પાડોશમાં રહેતા 19 વર્ષીય મનીષ પ્રતાપ યાદવ અને રાજેશ હરેન્દ્ર યાદવ નામના શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો.
આ બાળકી અભ્યાસ માટે ઘરના ધાબા પર હતી અને તેની માતા ઘરના રસોડામાં કામ કરી રહી હતી ત્યારે આ બંને જણાએ પહોંચીને બાળકી કઈ સમજે તે પહેલા તેનું મોં દબાવીને બળાત્કાર કર્યો હતો છોકરીનો આવજ સાંભળીને તેની માતા દોડી આવી હતી પરંતુ ત્યાં સુધી આ બંન્ને નરાધમો નાસી છૂટ્યા હતા.
બાળકીના પિતાને ઘટનાની જાણ થતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ત્યારબાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મનીષ યાદવ અને રાજેશ યાદવ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમની પુત્રીનું જીવન રગદોડનાર આરોપીઓને સખ્ત સજાની માંગ કરી હતી.
ફરિયાદ બાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.