/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/pjimage-1.jpg)
વર્લ્ડ કપ 2019ની 44મી મેચ લીડ્સ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે, વર્લ્ડ કપ 2019ની 45મી મેચ માન્ચેસ્ટર ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે.
વર્લ્ડ કપ 2019 સેમિફાઇનલની ચાર ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ નિશ્ચિત થઇ ગઈ છે. જોકે સેમિફાઇનલમાં કઈ ટિમ એકબીજા સામે ટકરાશે એ આજની બન્ને મેચ પછી નક્કી થઈ જશે. ભારત અને શ્રીલંકા વચ્ચે મેચના આંકડા જોતા ભારતનું પલળું ભારે જણાય છે. જો આજે ભારત શ્રીલંકા સામે જીત મેળવે અને બીજી બાજુ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે હારે તો પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પોહંચશે અને સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બીજી તરફ જો ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે જીતે તો સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.
ભારતીય ટિમ આજે વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ ની તયારી સાથે શ્રીલન્કા સામે ઉતરશે, ભરતીય ટિમ શ્રીલન્કા સામેની મેચ બાદ વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલ મેચ રમવા જઈ રહ્યું છે ત્યારે ભરતીય ટિમ માટે બેટિંગમાં મિડલ ઓડર એક ચિંતા નો વિષય બની ગયો છે. ટુર્નામેન્ટની શરૂઆત થીજ ચોથા ક્રમનો ખેલાડી ચર્ચા નો વિષય બની ગયો છે તો બીજી તરફ મહેદ્રસિંહ ધોનીની ઘીમી બેટિંગ ટીમને મોટા સ્કોરમાં તબદીલ કરવામાં નિષ્ફ્ળ ગઈ છે. જેથી બેટિંગ નો સંપુણઁ ભાર બન્ને ઓપનરો પર રહ્યો છે.