વર્લ્ડ કપ 2019માં ભારત સામે નહીં રમે આંદ્રે રસેલ

New Update
વર્લ્ડ કપ 2019માં ભારત સામે નહીં રમે આંદ્રે રસેલ

વેસ્ટ ઈન્ડિઝને પડ્યો મોટો ફટકો, ઈજાના કારણે આંદ્રે રસેલ થયો બહાર

વર્લ્ડ કપ 2019માં વરસાદ અને ખેલાડીઓની ઇજા એ ચર્ચા નો વિષય રહ્યો છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી પહેલીવાર ચાર મેચ વરસાદના કારણે રદ્દ થઇ છે. તો બીજી તરફ ખેલાડીઓની ઇજા વધુ સામે આવી છે, ત્યારે વર્લ્ડ કપ 2019માંથી વધુ એક ક્રિકેટર બહાર થઇ ગયો છે. વેસ્ટ ઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલ ડાબા પગના ઘૂંટણની ઇજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં તે મેચ દરમિયાન મેદાનની અંદર બહાર થતો રહ્યો હતો. ભારત સામેની મેચ પહેલા આંદ્રે રસેલ વર્લ્ડ કપમાંથી બહાર થઇ જતા વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો લાગ્યો છે. આંદ્રે રસેલના સ્થાને ટીમમાં સુનીલ એમ્બ્રિસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડિઝ વર્લ્ડ કપ 2019ની સેમી ફાઇનલમાં પોહ્ચવાની ટિમ લિસ્ટમાંથી બહાર થઈ ચૂક્યું છે. વેસ્ટ ઇન્ડિઝ વર્લ્ડ કપ 2019ના પોઇન્ટ ટેબલમાં 3 પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે, અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ ટિમ 6 મેચ રમી ચૂક્યું છે. જેમાંથી 1 મેચમાં જીત મળી છે તો 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તથા એક મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી.

Latest Stories