વર્ષ ૨૦૧૯-૨૦નું શૈક્ષણિક કેલેન્ડર કરાયું જાહેર : જાણો ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા તારીખ

New Update
વર્ષ ૨૦૧૯-૨૦નું શૈક્ષણિક કેલેન્ડર કરાયું જાહેર : જાણો ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા તારીખ

આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ દરમિયાન કુલ ૨૪૬ દિવસ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય માટેના રહેશે. જ્યારે કુલ ૮૦ દિવસ જેટલી શાળાઓમાં રજાઓ આપવામાં આવી છે.

વર્ષ ૨૦૨૦ દરમિયાન માર્ચ માહિનામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા તા. ૫ માર્ચથી તા. ૨૧ માર્ચ સુધીની રહેશે. જેમાં બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ તા. ૧૪ ફેબ્રુઆરીના રોજથી રહેશે. શાળાઓમાં પ્રથમ સત્ર તા. ૧૦ જૂન ૨૦૧૯થી તા. ૨૪ ઓક્ટોબર સુધી એટલે કે કુલ ૧૦૪ દિવસનું રહેશે. તેમજ ધ્ર્વીતીય સત્ર તા. ૭ નવેમ્બરથી શરૂ થઈ તા. ૩ મેં સુધીનું એટલે કે કુલ ૧૪૨ દિવસનું રહેશે. ત્યાર બાદ શાળાઓમાં તા. ૪ મેં થી તા. ૮ જૂન સુધી ઉનાળાનું વેકેશન આપવામાં આવ્યું છે. જે બાદ તા. ૮ જૂનથી વર્ષ ૨૦૨૦ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે.

Latest Stories