વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણે રાજકીય પક્ષો સાથે બેઠક યોજી

New Update
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણે રાજકીય પક્ષો સાથે બેઠક યોજી

વીવીપેટ મશીનની વિશ્વસનીયતા માટે ચૂંટણીના એક કલાક પહેલાં રાજકીય પક્ષો ૫૦ જેટલા વોટ કરી મોકપોલ કરશે

ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ અન્‍વયે વલસાડ જિલ્લામાં તા.૯/૧૨/૨૦૧૭ના રોજ યોજાનાર મતદાન સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સી.આર.ખરસાણના અધ્‍યક્ષસ્‍થાને રાજકીય પક્ષો સાથે કલેક્‍ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેક્‍ટરએ જણાવ્‍યું હતું કે, વીવીપેટ મશીનની વિશ્વસનીયતા માટે ચૂંટણીના એક કલાક પહેલાં રાજકીય પક્ષો મોકપોલ કરી ૫૦ જેટલા વોટ કરશે. આ ચૂંટણી દરમિયાન વીવીપેટનો પ્રથમવાર ઉપયોગ થનાર હોઇ તેના ઉપયોગ અને તે કેવી રીતે કામ કરે છે તે બાબતે જિલ્લાના દરેક ગામોમાં પ્રત્‍યક્ષ નિદર્શન થકી મતદારોને સમજણ આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી શકાય તે હેતુસર મતદાન માટેના વીવીપેટની ફાળવણી બારકોડની મદદથી કરવામાં આવશે. મતદાર સ્‍લીપમાં મતદાન મથકે જવાનો રસ્‍તો તેમજ મતદાન કેવી રીતે કરવું તેની સમજણ આપવામાં આવશે. દરેક ઘરે મતદાન સ્‍લીપ સાથે ઇ.વી.એમ. તેમજ વીવીપેટથી મતદાન કરવાની જાણકારી દર્શાવતી બુકલેટનું વિતરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચંૂટણી સંદર્ભે કરાયેલી વિવિધ કામગીરી અંગે રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી વિસ્‍તૃત માહિતી આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્‍ટર આઇ.જે.માલી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એમ.પટેલ, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા.

Latest Stories