વાઈબ્રન્ટ સમિટ 2019 ની તારીખ જાહેર, 18થી 20 જાન્યુઆરીએ યોજાશે

ગુજરાતમાં ઉદ્યોગોને વેગ આપવા મુખ્યમંત્રીએ કરી મહત્વની જાહેરાતો
New Update

ગુજરાતમાં દર બે વર્ષે રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. જે આગામી વર્ષે ફરીવાર યોજાવા જઈ રહી છે. ત્યારે આ સમિટ 2019માં 18,19 અને 20 જાન્યુઆરીએ યોજાશે. જેની જાહેરાત ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ કરી છે.

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે તમામ ક્ષેત્રોમાં રોલ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ સમિટ દ્વારા રાજ્ય સરકાર તમામ ક્ષેત્રના ઉદ્યોગો અને તેના ઉત્પાદકોને ફાસ્ટટ્રેકની સુવિધા આપી પ્રોત્સાહિત કરે છે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વાયબ્રન્ટ સમિટ કાર્યક્રમ દ્વારા આજે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે હબ બની ગયું છે.

Here are a few more articles:
Read the Next Article