વાગરા: પખાજણ ગામે યોજાયો મેઘા બ્લડ ડોનેશન કેમ્પ

New Update
વાગરા: પખાજણ ગામે યોજાયો મેઘા બ્લડ ડોનેશન કેમ્પ

૪૦૦ થી વધુ રક્ત યુનિટ એકત્ર કરાયા

વાગરા ના પખાજણ ગામે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.યુવાનો સહિત વડીલોમાં ભારે ઉત્સાહને પગલે ૪૦૦ થી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યુ હતુ.

વાગરા તાલુકાના પખાજણ યુવા ગ્રુપ અને ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિયુટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.પખાજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં રક્તદાન શિબિર રાખવામાં આવી હતી.જેમાં વાગરા, ઓરા,કેશવાણ,પહાજ,પીપલીયા,કડોદરા અને આસપાસના ગામના રક્તદાતાઓ તેમજ કલરટેક્સ અને મેહાલી કંપનીના કામદારોનો લોહી આપવા ધસારો જોવા મળ્યો હતો.

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હિન્દુ-મુસ્લિમ કોમના લોકોએ કરી એકતાની મિસાલ પુરી પાડી હતી.રક્તદાન શિબિરમાં યુવાનોની સાથે વડીલોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જેને પગલે ૪૦૦ થી વધુ રક્ત યુનિટ એકત્ર કરી શક્યા હતા.રક્તદાન શિબિરમાં ગામ અગ્રણી કિરપાલસિંહ યાદવ, રાજ ઇબ્રાહિમ,ભીખાભાઇ, બાબુભાઇ ગોદર,રાજેન્દ્રસિંહ, ડે.સરપંચ ઇરફાન, સત્યપાલસિંહ,કલર ટેક્સ કંપનીના ડૉ. મહેન્દ્ર વશી,કાસમબાવા,જિસીઆરઆઈના ડૉ. સુચિતા તેમજ અનેક ગામના યુવાનો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.

Latest Stories