વાગરા પોલીસે અંભેર ગામેથી સાત જુગારીયાઓને રૂપિયા ૫૧૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપાયા

New Update

અંભેર, કેશવાણ અને અલાદર ગામના સાત ખેલીઓને પોલીસે પકડી કાર્યવાહી હાથધરી

વાગરાના અંભેલ ગામેથી સાત જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. એકાવન હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીયાઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

ભરૂચ જિલ્લામાં સત્તા બેટિંગ રમતા તેમજ પાના પત્તાનો જુગાર રમતા લોકો પર પોલીસે ભીંસ વધારી દીધી છે.ગત રાતના વાગરા પોસઇ જે.કે ડાંગરને અંભેર ગામે તળાવની પાર ઉપર કેટલાક લોકો પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.પી.એસ.આઈ એ પોલીસ કાફલા સાથે અંભેર ગામે રેડ કરી હતી.જ્યાં જુગાર રમતા ૭ ને રંગે હાથ ઝડપી પાડતા પંથકના જુગરીયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

publive-image

જુગાર રમતા અંભેર ગામના રાજેશ સોલંકી,અનીલ વસાવા,હર્ષ પટેલ,અલાદર ગામના સંજય વસાવા,કમલેશ વસાવા તેમજ કેશવણના સરફરાઝ પટેલ અને રાજેશ વસાવાને ઝડપી

લીધા હતા.દાવ પરના ૩૦૩૬૦/-રૂપિયા અને છ મોબાઈલ કિંમત રૂપિયા ૨૧૫૦૦/- મળી ૫૧૮૬૦/- રૂપિયાનો જુગાર ઝડપી પાડયો હતો. વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જો પોલીસ દ્ધારા જુગારીયાઓ ઉપર આવીજ રીતે ઢોંસ વધારવામાં આવશે તો કેટલાયે પરિવારો જુગારની બદી થી બચી જશે.

Here are a few more articles:
Read the Next Article