New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/vbc.jpg)
વાગરા,જંબુસર અને આમોદ નો સંકુલ કક્ષાનો ગણિત વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. આમોદના દોરા ગામની એમ કે પટેલ વિદ્યાલય ખાતે યોજાયેલ પ્રદર્શનમાં ત્રણ તાલુકાની માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો.
જેમાં વાગરાની ધી ચાંચવેલ સાર્વજનિક હાઈસ્કૂલની કૃતિ "સ્માર્ટ સીટી'' પ્રથમ નંબરે પસંદગી પામતા શાળા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.કૃતિ રજૂ કરનાર ધો.૧૦ ની વિદ્યાર્થીની મુંઢિયા સામીયા અને ધો.૯ ની છાત્રા સફરી મુસ્કાન અને વિજ્ઞાન શિક્ષક પટેલ ઈદ્રિસને આચાર્ય,ટ્રસ્ટી ગણ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
Latest Stories