વાગરાના સાયખા ગ્રામ પંચાયતના સરપંચપદે નેહાબેન રાજ વિજેતા

New Update
વાગરાના સાયખા ગ્રામ પંચાયતના સરપંચપદે નેહાબેન રાજ વિજેતા

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ગ્રામ પંચાયતની મતગણતરી મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી. આઠ વોર્ડ માંથી સાત મહિલા સભ્ય બિનહરીફ ચુંટાયા હતા. મતગણતરીના અંતે સરપંચના ઉમેદવાર નેહાબેન રાજનો જંગી બહુમતીથી વિજય થયો હતો. જયારે વોર્ડમાં પણ મહિલા સભ્યએ બાજી મારતા સાયખા ગ્રામ પંચાયત પર મહિલા બ્રિગેડનો કબ્જો થવા પામ્યો છે. વાગરા તાલુકાના સારણ ગામ બાદ સાયખા પંચાયતની શાસન ધુરા પણ મહિલાઓએ હસ્તગત કરી લીધી છે.

publive-image

વાગરાના સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થવાના સ્પષ્ટ એંધાણ વચ્ચે આઠ પૈકી સાત વોર્ડમાં તમામ મહિલા ઉમેદવાર બિનહરીફ નીવડી હતી.ગામના અગ્રણીઓએ ગામની એકતા અકબંધ રહે એવા પ્રયાસો છતાં સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં નિષ્ફળતા સાંપડી હતી.સમાધાન પ્રક્રિયામાં બંને પક્ષો વચ્ચે સમજૂતી ન થતા માત્ર સરપંચ અને એક વોર્ડના સભ્યની ચૂંટણી યોજાઈ હતી.

જેમાં સરપંચ પદના ઉમેદવાર નિશાબેન મનીષકુમાર મકવાણાને ૬૨૪ના મતદાનમાંથી માત્ર ૨૦ મત મળતા શરમજનક કારમો પરાજય થયો હતો. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી નેહાબેન જયદીપસિંહ રાજને ૫૯૮ વોટ મળતા તેમનો ઝળહળતો વિજય થયો હતો.

publive-image

વોર્ડ નંબર પાંચમાં બે સભ્યોએ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. પાંચમાં વોર્ડમાં ઈશ્વરભાઈને ફક્ત બે મત અને મહિલા સભ્ય શારદાબેન સોલંકીએ ૩૬ વોટ પ્રાપ્ત કરતા શારદાબેન વિજેતા ઘોષિત કરાયા હતા.ભરૂચ જિલ્લામાં મહિલાઓ સંચાલિત વાગરાના સારણ ગામ પછી વાગરા તાલુકાની બીજી ગ્રામ પંચાયતનુ સુકાન મહિલાઓના હાથમાં આવી ગયું છે.

Latest Stories