વાપીમાં હીટ એન્ડ રન : મોર્નીંગ વૉક કરતા દંપતીને રિક્ષાએ ઉડાવ્યું, પતિનું મોત

New Update
વાપીમાં હીટ એન્ડ રન : મોર્નીંગ વૉક કરતા દંપતીને રિક્ષાએ ઉડાવ્યું, પતિનું મોત

છરવાડા માર્ગ પર સિધ્ધાર્થ સોસાયટી નજીક શુક્રવારે સવારે વૃદ્ધ દંપતી મોર્નિગ વોક કરી રહ્યુ઼ હતું ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવી રિક્ષાએ આ દંપતીને ટક્કર મારતા ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક નજીકને હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ૬૨ વર્ષના વૃદ્ધનું મોત થયું છે. અકસ્માત કર્યા બાદ ચાલક રિક્ષા લઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઉદ્યોગનગર પોલીસે હાલ તો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાપી છરવાડા માર્ગ સ્થિત ગોકુલ વિહાર સોસાયટીના સામ્રાજય બિલ્ડિંગમાં રહેતા 62 વર્ષના પક્ષીરાજ રવિશંકર પંડિત તથા તેમની પત્ની દેવીકાબેન (ઉ.વર્ષ.૫૮) રાબેતા મુજબ શુક્રવારે સવારે તેમની સોસાયટી નજીક મોર્નિગ વોક માટે નીકળ્યા હતા. છરવાડા મુખ્ય માર્ગ ઉપર સિધ્ધાર્થ કોઓ સોસાયટીની સામે પક્ષીરાજ પંડિત અને તેમની ધર્મ પત્ની દેવીકાબેન ચાલતા ચાલતા જઇ રહ્યા હતા ત્યારે જ પાછળ પૂરઝડપે અને બેફામ ગતિથી ચાલક રિક્ષા હંકારી લાવીને રોડની સાઇડે ચાલી રહેલા આ દંપતીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ચાલક રિક્ષા લઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

જ્યારે ઇજાગ્રસ્ત દંપતિની સ્થાનિકો હરિયા હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજા પામેલા પક્ષીરાજ પંડિતનું મોત થયું હતું. આ બનાવ અંગે બલીઠા સ્થિત જીઇબી કચેરીની બાજુમાં આવેલા રાજનગરમાં રાજેશ લોકેશ્વર મિશ્રાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જીઆઇડીસી પોલીસે હાલ તો અકસ્માત કરીને ફરાર થયેલા રિક્ષા ચાલકની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

Latest Stories