‘વાયુ’ વાવાઝોડાએ દિશા બદલતા દરિયા કિનારે તંત્રએ હાઈ એલર્ટનું સિગ્નલ ઓછું કરવાની તજવીજ

‘વાયુ’ વાવાઝોડાએ દિશા બદલતા દરિયા કિનારે તંત્રએ હાઈ એલર્ટનું સિગ્નલ ઓછું કરવાની તજવીજ
New Update

ગુજરાતભરમાં આવનાર વાયુ વાવાઝોડાએ દિશા બદલતા દરિયા કિનારે તંત્રએ હાઈ એલર્ટનું સિગ્નલ ઓછું કરવાની તજવીજ હાથ ધરી છે.

વાયુ વાવાઝોડાને પગલે ભરૂચના પણ ૩ તાલુકાના દરિયા કિનારાના લોકોને સાવધાન રહેવા તંત્રએ તાકીદ કરી હતી. વાયુ વાવાઝોડાને લઈ ગુજરાતભરના લોકોમાં એક દહેશત પ્રસરી હતી. જ્યારે આ વાવાઝોડામાં ઓછામાં ઓછી જાનહાની થાય તે માટે તંત્રએ પણ કમર કશી હતી.

ગત રોજ મધ્ય રાત્રીએ ત્રાટકનાર વાવાઝોડાથી ભરૂચ જિલ્લાના તટીય ક્ષેત્રે વાયુ વાવાઝોડાની મોટી અસર થવા પામી ન હતી. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ભરૂચના ત્રણ તાલુકાઓ પૈકી વાગરા, જંબુસર, હાંસોટના દરિયા કિનારે વસતા ૪૦ ગામોના લોકોને સાવધાન કર્યા હતા.

ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે આજે વાગરા તાલુકામાં આવેલ દહેજ બંદરની ‘વાયુ’ વાવાઝોડા પછી પહેલા દિવસે શું પરિસ્થિતિ છે તેનો ગ્રાઉન્ડ જીરો રીપોર્ટ દર્શકો સુધી પોહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ‘વાયુ’ વાવાઝોડાએ આમતો ભરૂચ જિલ્લાના ગામોમાં કોઈ અસર કરી ન હતી પરંતુ દરિયા કાંઠે અતિશય પવન અને વરસાદ ઝાપટા પડવાથી વાતાવરણમાં ઠડક પ્રસરી હતી. ત્યારે ભરૂચ બંદરે પણ સહેલાણીઓ આ ખુશ મિજાજ દરિયાને અને વાતવરણને નિહાળવા આવ્યા હતા.

હાલમાં તો વાયુ વાવઝોડું ઓમાન બાજુ વળી ગયું છે. પરંતુ વહીવટ તંત્રએ સાવચેતીના પગલાં માટે દરેક બંદરે સુરક્ષા મૂકી દીધી છે અને દરિયાની નજીક ન જવા માટેની સલાહ પણ અપાઈ રહી છે.

Here are a few more articles:
Read the Next Article