વાલિયા: શ્રી ગણેશ સુગરમાં બોયલર અગ્નિ પ્રદિપ્ત પુજા વિધિ સંપન્ન

New Update
વાલિયા: શ્રી ગણેશ સુગરમાં બોયલર અગ્નિ પ્રદિપ્ત પુજા વિધિ સંપન્ન

વાલીયા તાલુકાનાં શ્રી ગણેશ સુગર વટારીયાની ચાલુ થનાર પીલાણ સીઝન-૨૦૧૯-૨૦ માટે બોયલરની અગ્નિ પ્રદિપ્ત વિધીનો પ્રારંભ તાઃ ૨૧-૧૦-૨૦૧૯ના શુભ દિને સંપન્ન થયો હતો. આ શુભ અવસરે સંસ્થાના ચેરમેન સંદિપસિંહ માંગરોલા, તેમજ બોર્ડ ઓફ ડીરેક્ટરો, મેનેજીંગ ડીરેક્ટર, સંસ્થાના અધિકારી તેમજ કર્મચારી-કામદાર મિત્રો હાજર રહ્યા હતાં.

સંસ્થાના ડીરેક્ટર ચંદ્રસિંહ સોલંકી તેમજ મેનેજીંગ ડીરેક્ટર કિશોરસિંહ માંગરોલા દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજા વિધિ સંપન્ન થઇ હતી. ગણેશ સુગર સ્થાપનાકાળથી જ લાખો ટન શેરડીનાં પિલાણ કાર્યને સમય-મર્યાદામા પૂર્ણ કરી સભ્ય ખેડૂતોના આર્થિક ઉત્થાન-વિકાસનું સોપાન બની છે. ગયા વર્ષે પણ સંસ્થાના વ્યવસ્થાપક બોર્ડના સભ્યો તેમજ અધિકારીગણ, કામદાર-કર્મચારીઓના સહકાર અને મહેનતથી સારૂ એવુ શેરડીનું પીલાણ સરળતાથી સમય મર્યાદામાં પૂર્ણ કરી શક્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સંદિપસિંહ માંગરોલાએ જણાવેલ છે કે, સૌના સાથ-સહકારથી સંસ્થાએ ગત પીલાણ સીઝનમાં ૬.૪૧ લાખ મે.ટન. શેરડીનું પીલાણ કરેલ હતું તેમજ આગામી પીલાણ સીઝન તાઃ૩૦/૧૦/૨૦૧૯થી શરૂઆત કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે તથા આ સીઝનમાં અંદાજીત ૬ લાખ મે.ટન થી વધુ શેરડીનું પીલાણ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. સંસ્થા અને સભાસદોના હિતમાં ગણેશ પરિવારના સભ્ય તરીકે તમામ અધિકારીઓ અને કામદારોએ નિષ્ઠા પૂર્વક પ્રમાણીકતાથી કામગીરી કરી છે તે માટે આભારની લાગણી પ્રદર્શીત કરી હતી.

પિલાણ સીઝન ૨૦૧૮-૧૯ના શેરડીના ફાયનલ ભાવનું ચુકવણુ પણ નિર્ધારીત સમયમાં સભાસદોને ચુકવી દેવામાં આવ્યુ છે. કામદાર કર્મચારીઓ તેમજ અધિકારીઓને સમયસર દિવાળી બોનસ ૧૫%ની વહેચણી પણ દિવાળી પહેલા કરી દેવામાં આવશે એવી જાહેરાતથી કર્મચારી કામદારોમાં આનંદની લાગણી પ્રસરી છે. શ્રી ગણેશ પરિવારનાં તમામ સભ્યોની નિષ્ઠા અને પ્રમાણિકતાથી સમય-મર્યાદામાં અને સરળતાથી પીલાણ સીઝન પૂર્ણ થાય એવી અપેક્ષા રાખવામાં આવેલ છે.

વધુમાં સંદિપ માંગરોલા દ્વારા ખેડૂત સભાસદોને ઉચ્ચ રીકવરી વાળી શેરડીની માન્ય જાતો વાવેતર કરવા તથા સંસ્થાની ટીસ્યુ ક૯ચર તેમજ સોઇલ ટેસ્ટીંગ લેબનો મહત્તમ ઉપયોગ કરી ઉત્ત્પાદન લક્ષ્યાંક વધારવા અનુરોધ કર્યો છે. આપણા વિસ્તારમાં યોગ્ય માર્ગદર્શંન અને ખેતી પધ્ધતિથી શેરડીની ખેતી કરવામાં આવે તો શેરડી પાકનું ૧૦૦ મે.ટન પ્રતિ એકર ઉત્પાદન મળી શકે તેમ છે. ગત પિલાણ સીઝનના આંકડા મુજબ ૨૫ ટન પ્રતિ એકર સામાન્ય ઉત્પાદનની સામે સંજીવ માનેના પ્રતિ એકર ૧૦૦ મે.ટન પ્રોજેક્ટના કારણે એવરેજ ઉત્પાદન ૪૯ ટન પ્રતિ એકર મળેલ છે. જે અદ્‌ભૂત સિધ્ધિ કહી શકાય. આગામી પીલાણ અીઝનમાં એવરેજ ઉત્પાદન વધારી ૭૦ ટનનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. જે આપણી સંસ્થાનાં ખેડૂતોએ ૧૦૦ મે.ટન. પ્રતિ એકર પ્રોજેકટ પ્રોજેકટ અંતર્ગત સાબીત કરી બતાવેલ છે. જેથી ઉત્પાદન વધારવા અંગે ૧૦૦ટન/ એકર શેરડી ઉત્પાદનના પ્રોજેક્ટમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે. વધુમાં આગામી ૩૦મી તારીખે સંસ્થાની વાર્ષિક સાધારણ સભા તેમજ વિ.સં.૨૦૭૩ના નવા વર્ષં નિમિત્તે સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત રહેવા પણ તમામને આમંત્રણ પાઠવ્યુ હતું.

Latest Stories