વાસુર્ણાના તેજસ્વિનિ સંસ્કૃતિ ધામ ખાતે થયું મુરલી ગાવિતનું સન્માન

વાસુર્ણાના તેજસ્વિનિ સંસ્કૃતિ ધામ ખાતે થયું મુરલી ગાવિતનું સન્માન
New Update

આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિતે વધાર્યો સૌનો ઉત્સાહ

દંડકારણ્યની પાવનભૂમિમાં આવેલા શ્રી તેજસ્વિનિ સંસ્કૃતિ ધામ, વાસુર્ણા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડાંગ સહિત ગુજરાત રાજ્ય, અને ભારતવર્ષને પણ વિશ્વમાં નામના અપાવનારા ડાંગના પનોતા પુત્ર એવા આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિતનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.

તાજેતરમાં જ દોહા (કતાર) ખાતે યોજાયેલી ર૯મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-૨૦૧૯માં ૧૦ હજાર મીટરમાં ભારતદેશ માટે કાંસ્ય પદક વિજેતા એવા મુરલી ગાવિતનું શ્રી તેજસ્વિનિ સંસ્કૃતિ ધામના સ્થાપક એવા હેતલ દીદી સહિતના મહાનુભાવોએ વિશેષ સન્માન કરીને, આવનારા દિવસોમાં મુરલી ગાવિત ડાંગ જિલ્લા સહિત ગુજરાત અને ભારત દેશને વધુ ગૌરવાન્વિત કરે તેવા શુભાશિસ પાઠવ્યા હતા.

સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક આહાર શૈલી, પ્રાકૃતિક વિચાર શૈલી અને પ્રાકૃતિક જીવન શૈલી સાથે પંચતત્વ આધારિત ચિકિત્સા પદ્ધતિ અને ધ્યાન યોગ શિબિરના પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમના અનુસંધાને આયોજિત એક કાર્યક્રમમાં પધારેલા મુરલી ગાવિતને હેતલ દીદી ઉપરાંત યશોદા દીદી, સુધા બા તથા વડિલોએ આશિર્વાદ સાથે સફળતા માટેની શુભકામના પાઠવી હતી.

મુરલી ગાવિતે ઉપસ્થિત વડીલો, યુવાનો તથા બાળકોનો ઉત્સાહ વધારતા કામિયાબી ઉન્હિંકો મિલતી હે, જીનકે સપનોંમે જાન હોતી હે. કેવલ પંખ સે કુછ નહીં હોતા, હોંસલોંમે ઉડાન હોતી હે એમ જણાવી, કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તેમ જણાવ્યું હતું.

Here are a few more articles:
Read the Next Article