વિજય રૂપાણીની જીતની આશા વ્યક્ત કરતા અંજલિબેન રૂપાણી

New Update
વિજય રૂપાણીની જીતની આશા વ્યક્ત કરતા અંજલિબેન રૂપાણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનાં ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓની નામની યાદી જાહેર કરવામાં આવી છે.

રાજકોટ શહેર ભાજપ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ધારાસભ્ય તરીકે ફરી થી ટિકીટ મળતા ફટાકડા ફોડી તેમજ મો મિઠા કર્યા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યપ્રધાનનાં ધર્મપત્ની અંજલિબેન રૂપાણીએ જણાવ્યુ હતુ કે વિજય રૂપાણી 51000ની જંગી લિડ થી જીતશે. અને 20મી તારીખનાં રોજ વિજય રૂપાણી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

Latest Stories