વિજયનાં જયઘોષ સાથે સીએમ રૂપાણીએ નોંધાવ્યુ નામાંકન

New Update
વિજયનાં જયઘોષ સાથે સીએમ રૂપાણીએ નોંધાવ્યુ નામાંકન

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિજયનાં વિશ્વાસ સાથે 12.39 કલાકનાં વિજય મુહુર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે ગુજરાતનાં ચૂંટણી ઇન્ચાર્જ અને નાણાંમંત્રી અરૂણ જેટલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમની બેઠક ઉપરથી વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. તેઓએ મંદિર, દેરાસર અને સ્વામિનારાયણ મંદિરોમાં જઇ દર્શન કરી બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે જાહેરસભાને પણ સંબોધન કર્યુ હતુ.

publive-image

વિજય રૂપાણીએ સવારે સૌપ્રથમ આજીડેમ ખાતે નર્મદા નીરનાં વધામણા કર્યા હતા.બાદમાં રણછોડદાસજી બાપુ આશ્રમ, કોઠારીયાનાકામાં આવેલ મોટી હવેલી, માંડવી ચોક દેરાસર, પેલેસ રોડ સ્વામિનારાયણ મંદિર, બાલાજી મંદિર, સદર ઉપાશ્રય, યોગીધામ બાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી જાહેરસભાને સંબોધી હતી. તેઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા.

તેઓની સાથે અરૂણ જેટલી, કાર્યકરોની ફોજ ઉપસ્થિત રહી હતી. ભાજપ દ્વારા વિજય સંકલ્પ સાથે નાસિકથી ૬૦ કલાકારોનું બેન્ડ પણ મંગાવવામાં આવ્યુ હતુ.

Latest Stories