વિદેશથી ધન પ્રાપ્ત કરનારા દેશોમાં ભારત પ્રથમ દેશ બન્યો

New Update
વિદેશથી ધન પ્રાપ્ત કરનારા દેશોમાં ભારત પ્રથમ દેશ બન્યો

વિશ્વમાં ભારત વિદેશથી ધન પ્રાપ્ત કરનારો પ્રથમ દેશ બની ગયો છે. આ ધન વિદેશમાં જે ભારતીયો રહે છે તેઓએ વતનમાં પરત મોકલ્યું છે. એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે એશિયાના પ્રશાંત ક્ષેત્રમાં વિદેશથી ૨૫૬ અબજ ડોલર મોકલવામાં આવ્યા.

રેમિટસ્કોપ રેમિટેંસ માર્કેટ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટિઝ એશિયા એન્ડ ધ પેસિફિકની રિપોર્ટ અનુસાર ૨૦૧૭માં ભારતમાં ૬૯ અબજ ડોલર, ચીનમાં ૬૪ અબજ ડોલર, ફિલીપીંસમાં ૩૩ અબજ ડોલર મોકલવામાં આવ્યા. પાકિસ્તાન પણ વિદેશથી ધન મેળવનારા ૧૦ દેશોમાં સામેલ છે. પાકિસ્તાનમાં ૧૪ અબજ ડોલર મોકલવામાં આવ્યા.

એશિયાના વિવિધ દેશોમાં જે પણ વિદેશી નાણુ આવી રહ્યું છે તે વિદેશી દેશોમા ગલ્ફ પ્રાંતમાંથી ૩૨ ટકા, ઉત્તર અમેરિકામાંથી ૨૬ ટકા, યુરોપમાંથી ૧૨ રકમ આવી છે. રિપોર્ટ અનુસાર ૨૦૩૦ સુધીમાં આ વિકાસશિલ દેશમાં આવનારી રકમની સંખ્યા વધીને ૬ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. અને તેમાંથી અડધી રકમ એશિયાના દેશોમાં આવશે. વિશ્વના જે પણ આંકડા છે તે મુજબ વિદેશથી આવતા નાણામાં લગભગ ૪૦ ટકા રકમ ગ્રામીણ વિસ્તારોમાં જાય છે. એટલે કે ગ્રામીણ વિસ્તારમાંથી મજુરી કામ માટે પણ ઘણા મોટા પ્રમાણમાં લોકો વિદેશ જાય છે. જેઓ પોતાના પરિવારના ભરણપોષણ માટે અથવા સેવિંગ્સ માટે આ પોતાની કમાણીને પરીવારને મોકલતા હોય છે.

Latest Stories