વિધાનસભાનાં બીજા તબક્કાની ચૂંટણીમાં 93 બેઠક પર મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે

New Update
વિધાનસભાનાં બીજા તબક્કાની ચૂંટણીમાં 93 બેઠક પર મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે

ગુજરાત વિધાનસભાનાં 14 જિલ્લાની 93 બેઠકોની ચૂંટણી માટેનાં પ્રચાર પડઘમ શાંત થયા છે, પણ તેની સાથે અનેક વર્તમાન નેતાઓ અને નવા યુવા ચહેરાઓનું ભાવિ 14 ડિસેમ્બરે EVMમાં કેદ થશે.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 68 ટકા જેટલું ઓછુ મતદાન થયું છે. ચૂંટણી પંચ પણ મતદાન જાગૃતિ લાવવા અનેક પ્રયાસો કરી રહ્યું છે.

14 ડિસેમ્બરે 2.22 કરોડ મતદાતા 25,575 મતદાન મથકો પર મતદાન કરશે.બીજા તબક્કામાં કુલ 14 જિલ્લામાં મતદાન યોજાનાર છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠ , અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.અને 93 બેઠકો પર રાજકીયપક્ષો અને અપક્ષ સહિત 851 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને જંગમાં છે.

Latest Stories