વિવાદોમાં સપડાયા બાદ આજે રીલિઝ થઇ ‘ઉડતા પંજાબ’

New Update
વિવાદોમાં સપડાયા બાદ આજે રીલિઝ થઇ ‘ઉડતા પંજાબ’

છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બનેલી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ ઘણાં ઉતાર-ચઢાવ બાદ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં પંજાબમાં વકરેલી ડ્રગ્સ સમસ્યા અંગે વાત કરવામાં આવી છે.

ફિલ્મમાં શાહિદ કપૂર, કરીના કપૂર અને આલિયા ભટ્ટ જેવા કલાકારોએ કામ કર્યુ છે. ‘ઉડતા પંજાબ’માં શાહિદ કપૂર ડ્રગ્સના બંધાણી એવા રોકસ્ટારનું પાત્ર ભજવી રહ્યો છે. આલિયા ભટ્ટે એક બિહારી છોકરીનું પાત્ર ભજવ્યું છે. જે કોઇક કારણોસર ડ્રગ્સની જાળમાં ફસાઇ જાય છે. કરીના કપૂર ડૉક્ટરનો રોલ નિભાવી રહી છે. જે ડ્રગ્સની સમસ્યાને જડમૂળથી મિટાવી દેવા માંગે છે. જેમાં સરતાજ સિંહ નામનો પોલીસ ઓફિસર તેનો સાથ આપે છે. સરતાજ સિંહનું પાત્ર દિલજીત દોસાંજે ભજવ્યું છે.

આ ફિલ્મ એક ખાસ વિષયને લઇને બનાવવામાં આવી છે. તેથી, દરેક પાત્રની સ્ટોરી પણ ડ્રગ્સ સમસ્યાની આસપાસ વિંટળાયેલી જોવા મળે છે.

‘ઉડતા પંજાબ’માં ચારેય કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. જેમાં આલિયાએ બિહારી છોકરીના પાત્રને ખૂબ જ સરસ ન્યાય આપ્યો છે.

ફિલ્મ રીલિઝ થઇ તે પહેલાં જ તેનું સંગીત લોકપ્રિય બની ગયું હતું. તેના બે ગીતો “ચિત્તા વે” અને “એક કુડ્ડી” ખૂબ જ લોકપ્રિય થયા છે.

Latest Stories