/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/2-19.jpg)
કુપોષણને દેશવટો આપવા માટે સૌના સહિયારા પ્રયાસોની હિમાયત કરતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા
માતા અને બાળ કલ્યાણ સાથે સંકળાયેલા આંગણવાડીના કાર્યકરોને જન્માષ્ટમીના પાવન પર્વે માતા યશોદા એવોર્ડ એનાયત કરવા સાથે, શ્રેષ્ઠ કામગીરી કરનારા કાર્યકરોને સન્માનતા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ, કુપોષને દેશવટો આપવા માટે સૌના સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.
દેશભરમાં માતા યશોદા એવોર્ડ આપનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે તેમ જણાવતા મંત્રી વસાવાએ દેશમાં ગુજરાત દરેક ક્ષેત્રે ગુજરાત નંબર વન છે, ત્યારે કુપોષણ નાબુદીમાં પણ સ્માર્ટ ફોન જેવી ટેકનોલોજીના સમન્વયથી અવ્વલ રહે તે જાવાની આપણી સહિયારા જવાબદારી છે તેમ જણાવ્યું હતું. ટૂંકાગાળામાં આયોજિત થયેલા સફળ કાર્યક્રમ બદલ ટીમ તાપીને અભિનંદન પાઠવતા મંત્રી વસાવાએ તાપી જિલ્લામાં અંદાજીત એકાદ કરોડ જેટલી માતબર રકમના સ્માર્ટ ફોન, આંગણવાડી કાર્યકરોને અપાઇ રહ્નાં છે તેમ જણાવી, આ સ્માર્ટ ફોનના ઉપયોગથી આંગણવાડી કેન્દ્રોએ નિભાવવાના રજીસ્ટરો ઓનલાઇન નિભાવી શકાશે, જેનુ મોનિટરિંગ રાજ્યકક્ષાએથી પણ કરી શકાશે તેમ જણાવ્યું હતું.
બદલાતા જમાના પ્રમાણે ટેકનોલોજી સાથે કદમતાલ મેળવવાનો અનુરોધ કરતા મંત્રી ગણપતસિંહ વસાવાએ મહિલા અને બાળ કલ્યાણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ખૂબ જ સંવેદના સાથે સતત ચિંતિત રહીને, અવનવા કાર્યક્રમો યોજી રહી છે. જેના સૂફળ સમાજમાં જાઇ શકાય છે તેમ પણ સદ્રષ્ટાંત જણાવ્યું હતું.
કુપોષને નાથવા માટે અમલી વિવિધ યોજનાઓ, કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને, મંત્રી વસાવાએ સંવેદનશીલ રાજ્ય સરકારની વ્હાલી દિકરી યોજનાનો પણ સૌને ખ્યાલ આપ્યો હતો.
સ્માર્ટ ફોનના સદ્ ઉપયોગથી માતા અને બાળ મૃત્યુદરમાં નોîધપાત્ર ઘટાડો નોîધાય તેવી હકારાત્મક કામગીરીની હિમાયત કરતા મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં આંગણવાડી કાર્યકરો સમાજના દરેક પરિવારના ઘર ઘર સુધી પહોîચીને તેમની સેવાઓનો વ્યાપ વધારી રહ્ના છે તેમ જણાવ્યું હતું. ઢોડિયાએ તંદુરસ્ત સમાજ નિર્માણમાં આંગણવાડીના માધ્યમથી પુરી પડાતી સેવાઓની સરાહના કરી, કર્મયોગીઓને બાળકોમાં રહેલી સુષુ શક્તિઓને ઉજાગર કરવાની પણ તક મળી રહી છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત કરતા તાપી કલેક્ટર આર.એસ.નિનામાએ કાર્યક્રમની રૂપરેખા રજુ કરી, તાપી જિલ્લો ક્રાંતિકારી ટેકનોલોજીમાં અગ્રેસર થઇ રહ્ના છે, ત્યારે આંગણવાડી કેન્દ્રોની ઘણી બધી વહિવટી કામગીરી, રજીસ્ટરોની ખતવણી વિગેરેમાં આ સ્માર્ટ ફોન ખૂબ જ ઉપયોગી થઇ પડશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાંથી કુપોષણને દૂર કરી તંદુરસ્ત સમાજ નિર્માણ અર્થે સને ર૦૧૮માં પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત કુપોષણ નિયંત્રણ અર્થે વ્યાપક જનભાગીદારી સુનિડ્ઢિત કરવા સાથે પોષણ માસની ઉજવણી, દર મંગળવારે મંગળ દિવસની ઉજવણી, ટીમની સતત તાલીમ અર્થે ઇન્ક્રિમેન્ટલ લનિ*ગ એપ્રોચ, જિલ્લાની પરિસ્થિતિને અનુરૂપ ઇનોવેશન પ્રોજેક્ટ, કિશોરીઓ માટેના ખાસ કાર્યક્રમો, પ્રોત્સાહન, સ્માર્ટ ફોન આધારીત આઇ.સી.ડી.એસ.-સી.એ.એસ. દ્વારા વિવિધ નિભાવવાના થતા રજીસ્ટરોમાંથી મુક્તિ, માતા-બાળકો અને કિશોરીઓની તપાસ અર્થે અદ્યતન સાધનો, ડીજીટલ વજન કાંટા, ઊંચાઇ માપવાનું સાધન જેવી સંખ્યાબંધ સેવાઓ, કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે.
તાપી જિલ્લામાં પોષણ અભિયાનને સફળ બનાવવા માટે ૧૦૪૯ આંગણવાડી કેન્દ્રોમાં આ તમામ કામગીરી સફળતાપૂર્વક થાય તે માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન ઊભી થયેલી વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ, આંગણવાડી કેન્દ્રોની સેવા ખોરંભે ન પડે તેની વિશેષ તકેદારી જિલ્લા પ્રશાસન દ્વારા દાખવવામાં આવી હતી.
જિલ્લામાં ૬ બાળ વિકાસ યોજના અધિકારી, ૩૮ મુખ્ય સેવિકાઓ, ૧૦૧૫ આંગણવાડી કાર્યકરો, તથા ૯૮૭ હેલ્પરની ટીમ કાર્યરત છે. ઓગષ્ટ માસના અહેવાલ અનુસાર તાપી જિલ્લામાં સામાન્ય (લીલા) ગ્રેડના ૯૨.૪૩ ટકા બાળકો, પીળા ગ્રેડના ૬.૬૧ ટકા બાળકો, તથા લાલ ગ્રેડ (અતિ કુપોષિત) ૦.૯૬ ટકા બાળકો નોîધાયલા છે.
તાપી જિલ્લા માટે દૂધ સંજીવની યોજના, અને ટેક હોમ રાસનની યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે. તાપી જિલ્લામાં મોટે પાયે દૂધ ઉત્પાદન થાય છે. પરંતુ સ્થાનિક કુટુંબો તેનો ખૂબ જ મર્યાદિત ઉપયોગ કરે છે. જેને કારણે ઘણી જગ્યાએ સ્ટંટીંગ (ઉંમરના પ્રમાણમાં ઊંચાઇ)નું પ્રમાણ જિલ્લામાં જાવા મળે છે. આ બાબત ઉપર લક્ષ કેન્દ્રિત કરીને, રાજ્ય સરકારે અહીં દૂધ સંજીવની યોજના અમલી બનાવી છે. સ્થાનિક પ્રજાજનોમાં રોજીંદા ખોરાકમાં વિવિધતા નથી. જેને કારણે જરૂરી તમામ પોષક તત્વો પણ તેમને મળી શકતા નથી. જેથી જિલ્લામાં કુપોષણ પણ જાઇ શકાય છે. આ બધી બાબતોને ધ્યાને લઇને તાપી જિલ્લામાં સુમુલ દ્વારા જરૂરી પોષક તત્વોયુક્ત ટેક હોમ રાસન બાળ શક્તિ, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિના પેકેટ, જૂથ વાર નિયત કરેલા પ્રમાણ મુજબ વિતરણ કરવામાં આવે છે. ગત માસે જિલ્લામાં ૧૨૩૪૫ બેગની વહેîચણી કરવામાં આવી હતી.
જિલ્લામાં જન્મતા કુલ બાળકો પૈકી રપ થી ૩૦ ટકા બાળકોનું જન્મ સમયનું વજન ર.પ કિલોગ્રામથી ઓછુ હોય છે. જેના વિવિધ કારણો છે. જેમાંથી માતાનું ઓછુ વજન, અને ખોરાકમાં પોષક તત્વોની કમી મુખ્ય કારણ પ્રશાસનના ધ્યાને આવ્યું છે. આ કારણોને દૂર કરવા પોષણ અભિયાનના તમામ પાસાઓમાં સો ટકા કામગીરી કરવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરાયા છે.
૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ (પૂર્ણા), ૧પ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી કિશોરીઓ, સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ માહે જુલાઇ, ૨૦૧૯નાં રીપોર્ટ અનુસાર ર૪.૮ ટકા અંડર વેટ છે. ૧પ થી ૧૮ (શાળાએ જતી ૮.૭ ટકા, શાળાએ ન જતી કિશોરીઓનું ર૩.૧ર ટકા અંડર વેટ છે. જેમની દર ત્રણ માસે આરોગ્ય તપાસ કરવામાં આવે છે.
પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કક્ષાએ પણ વ્યાપક જનઆંદોલન જગાવવાના હેતુસર વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જે મુજબ પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ, બીજા મંગળવાર બાળ તુલા દિવસ, ત્રીજા મંગળવાર અન્નપ્રાસન અને બાળ દિવસ, ચોથો મંગળવાર અન્નવિતરણ અને પૂર્ણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને જુદા જુદા ત્રણ તબક્કાઓમાં પ્રથમ જીવિત બાળ જન્મ માટે રૂ.પ હજારનો લાભ આપવામાં આવે છે. આ યોજનાની શરુઆતથી આજદિન સુધી તાપી જિલ્લામાં કુલ ૧પ,૫૬૧ અરજીઓ મળી હતી. જેની સામે ૧૪,૮૬૫ લાભાર્થીઓને કુલ રૂ.ર કરોડ, ૪૧ લાખ, ૪૧ હજારનું ચુકવણું કરવામાં આવ્યું છે.
વ્યારાના તરણકુંડ ખાતે મંત્રી ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બાળકોમાં કુપોષણ ન ધરાવતા કેન્દ્રો, માતા શિક્ષકની કામગીરી શરૂ કરેલા કેન્દ્રો, બાળકોની ૧૦૦ ટકા હાજરી ધરાવતા કેન્દ્રો, સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો, કીચન ગાર્ડન ધરાવતા કેન્દ્રો, સુપોષણ સંવાદમાં ૧૦૦ કરતા વધુ લોકોની હાજરી ધરાવતા કેન્દ્રો, ખાસ કામગીરી કરેલી હોય તેવા કેન્દ્રો, પૂર્વ પ્રાથમિક શિક્ષણની ખૂબ સારી કામગીરી કરેલા કેન્દ્રો, સહિતની વિશિષ્ટ કામગીરી કરનાર રહેનોને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
સહી પોષણ-દેશ રોશનના તાપી જિલ્લાના કાર્યક્રમ દરમિયાન તાપી જિલ્લા પંચાયતની મહિલા અને બાળકલ્યાણ સમિતિના અધ્યક્ષા રેહાનાબેન ગામીત સહિત સામાજિક કાર્યકરો જયરામભાઇ ગામીત, અજીતભાઇ હળપતિ, મોહનભાઇ કોકણી ઉપરાંત પ્રોજેક્ટના મિશન ડાયરેક્ટર ડૉ.રાકેશ વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર બી.બી.વહોનિયા, પ્રાંત અધિકારી તુષાર જાની, પ્રાયોજના વહિવટદાર વી.જી.પટેલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમના અંતે પ્રોગ્રામ ઓફિસર ડૉ.કે.ટી.ચૌધરીએ આભારવિધી આટોપી હતી.