New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/unnamed-4-3.jpg)
ઇજિપ્ત થી પોતાનુ વજન ઘટાડવા મુંબઈ આવેલી ઈમાન અહમદે સર્જરી અને યોગ્ય ડાયેટનું પાલન કર્યા બાદ લગભગ અડધુ વજન ઓછું કરી નાખ્યુ છે, જેમાં ડોક્ટર મુજ્જફલ લાકડાવાલા એ સાતમી માર્ચે ઇમાનનું ઓપરેશન કર્યું હતુ. ઈમાન જયારે મુંબઈ આવી હતી ત્યારે તેનું વજન 500 કિલોગ્રામ હતુ, જે તેમણે બે મહિનામાં પોતાનું વજન અડધો અડધ ઘટાડીને 242 કિલોગ્રામ કરી નાખ્યુ છે.
ઇજિપ્તની ઈમાન અહમદ 36 વર્ષની છે અને તે 25 વર્ષથી ઘરની બહાર નીકળી નહોતી, ઈમાને મુંબઈના ડોક્ટર લાકડાવાલાને ટ્વિટ કરી પોતાનું ઓપરેશન કરવા માટે આગ્રહ કર્યો હતો, ત્યાર બાદ ડોક્ટર લાકડાવાલાએ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજની મદદ માંગી હતી અને ઇમાનને મુંબઈ લાવવા ફંડ ભેગુ કરવા અભિયાન ચલાવ્યુ હતુ.
Latest Stories