/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/unnamed-4-1.jpg)
ફિલ્મો કરતા ડિજિટલ વર્લ્ડ યુથ અને લોકોને આકર્ષી રહ્યું છે, નવી ટેક્નોલોજી અને શોર્ટ ફિલ્મોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, બૉલીવુડ જગતે આ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ હવે પોતાનો દબદબો કાયમ કરવા ઉત્સુક છે, અનેક સિતારાઓને કારકિર્દી ફરી પાટે ચડાવવા માટે ડિજિટલ પ્લેરફોર્મ સહાયરૂપ બની રહ્યું છે.
ડિજિટલ પ્લેટફોર્મ પર ઈરફાન ખાન, કલ્કી કોચલીન, આદિલ હુસૈન, જેકી શ્રોફ,નીના ગુપ્તા,મનોજ બાજપેયી,રાધિકા આપ્ટે, નિયા શર્મા સહિત અનેક સિતારાઓને દર્શકોએ પર્સન કર્યા છે,આ સિતારાઓને દર્શકોએ પસંદ કર્યા છે, આ સિતારાઓમાં વધુ એક નામ શમિતા શેટ્ટીનું ઉમેરાયું છે, અભિનેત્રી વેબ સિરીઝ ડેબ્યુ માટે ખુબ જ તનતોડ મહેનત કરી રહી છે.
શમિતાએ સોશિયલ વેબસાઈટ ઇન્સ્ટાગ્રામ પર વેબ સિરીઝ માટે સજ્જ થઈ રહી છે તેનો વીડિયો પોતાના ફેન્સ માટે શેર કર્યો છે, વાયકોમ 18ની આગામી વેબસિરીઝમાં શમિતા જોવા મળવાની છે, આ કોમિક થ્રિલરમાં શમિતા એક નવા અવતારમાં જોવા મળવાની છે