/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/britain-cwc-cricket_13431642-814e-11e9-9ece-2ab1fd7d8c60.jpg)
ન્યુઝીલેન્ડ એક પણ મેચ હાર્યા વગર પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને
વર્લ્ડ કપ 2019 ની 29મી મેચ આજે ન્યુઝીલેન્ડ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે રમાશે. ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યા વગર પોઇન્ટ ટેબલમાં 9 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડ હાલ સુધી 5 મેચ રમી ચૂક્યું છે જેમાં 4 મેચમાં જીત મેળવી છે તો એક મેચ જે ઇન્ડિયા સામે હતી જેને વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. તો બીજી બાજુ વેસ્ટઈન્ડીઝ પણ વર્લ્ડ કપમાં 5 મેચ રમી ચૂક્યું છે. જેમાં એક મેચમાં જીત મેળવી છે, 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તથા એક મેચ રદ થઈ હતી. વેસ્ટઈન્ડીઝ ની ટીમે વર્લ્ડ કપમાં જીવંતમાં રહેવા માટે બાકીની તમામ મેચ જીતવી જરૂરી બની ગઈ છે.
વેસ્ટઈન્ડીઝની ટીમને વર્લ્ડ કપમાં એક મેચ ન હારેલ ન્યુઝીલેન્ડને હરાવવું મુશ્કેલ છે, ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસન પોતાના શાનદાર ફોર્મ સાથે રમી રહ્યો છે તથા ઓપનર માર્ટિન ગુપ્ટિલ અને કોલીન મુનરો બેટિંગની શરૂઆતને મોટા સ્કોર તરફ લઇ જઈ શકે છે. જયારે બીજી તરફ વેસ્ટઈન્ડીઝના ઓપનર બિગ હીટર ક્રિસ ગેલ વર્લ્ડ કપમાં કઈ ખાસ પ્રદર્શન શક્યો નથી અને આન્દ્રે રસેલ પણ ટીમને મોટા સ્કોરમાં તબદીલ નથી કરી શક્યો.