વ્યારામાં અસ્થિર મગજની યુવતીને કોઈ નરાધમે ગર્ભવતી બનાવી

વ્યારામાં અસ્થિર મગજની યુવતીને કોઈ નરાધમે ગર્ભવતી બનાવી
New Update

ડોલવણના અંતાપુરમાં ૨૦ વર્ષીય અસ્થિર મગજની યુવતી સાથે કોઇ નરાધમે કુકર્મ કર્યા બાદ તેણીને ગર્ભવતી બનાવી દેતા નવ માસના ગર્ભ સાથે જનરલ હોસ્પિટલમાં ડિલીવરી માટે ખસેડતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, તેણીની માતાએ બળાત્કાર ગુજારનાર અજાણ્યા સામે પોલીસ મથકે ફરિયાદ કરી છે. અસ્થિર મગજની કુંવારી યુવતી સાથે આવી નીચ હરકત કરનાર શખ્સ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

મળતી વિગત મુજબ ડોલવણ તાલુકાના અંતાપુર ગામમાં રહેતા એક પરિવારમાં ૨૦ વર્ષીય યુવતી પોતાનું માનસિક સમતુલન ગુમાવી ચુકી છે અને તેની સંભાળ પરિવારજનો રાખતા હતા. પરંતુ આ યુવતી તરફ કોઇ હવસખોરની નજર ઠરતા કોઇપણ સમયે તેણીની એકલતાનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા ઇસમે તેણી સાથે શારીરીક સંબંધ બાંધીને તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતીના પેટમાં ગર્ભ ધીમે ધીમે મોટો થતા ૯ માસનો થતા તેણીને ડિલીવરી માટેનો દુઃખાવો ઉપડતા જ પરિવારજનો ચોંકી ઉઠયા હતા.

યુવતીને વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડતા જયાં યુવતીના પિતાની પુછપરછ થતા આખરે કોઇ અજાણ્યા ઇસમે તેણીનો ગેરફાયદો ઉઠાંવી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હોવાનો મામલો બહાર આવ્યો હતો. હોસ્પિટલના સત્તાવાળાઓની પુછપરછને અંતે તેણીની માતાએ અજાણ્યા ઇસમ સામે દિકરી ઉપર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવા મુદ્દે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે હવસખોરની શોધ હાથ ધરી છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article